Western Times News

Gujarati News

પોતાના લગ્નમાં ઘોડી પરથી નીચે પડી ગયો હતો આયુષ

મુંબઈ, બોલીવૂડ સ્ટાર સલમાન ખાન અને આયુષ શર્માના લીડ રોલવાળી ફિલ્મ અંતિમઃ ધ ફાઈનલ ટ્રૂથ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના પ્રમોશન માટે આયુષ શર્મા કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શો પર પહોંચ્યો હતો. આ શો પર આયુષ શર્માએ વર્ષ ૨૦૧૪માં પોતાના લગ્નનો એક મજેદાર કિસ્સો શેર કર્યો હતો. જેને સાંભળીને સૌ કોઈને હસવું આવશે.

આયુષ શર્માના લગ્ન સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે નવેમ્બર ૨૦૧૪માં થયા હતા. પોતાના લગ્ન દરમિયાન સર્જાયેલી એક ઘટનાને યાદ કરતા આયુષ શર્માએ જણાવ્યું કે, જ્યારે તે ઘોડી પર જઈ રહ્યો હતો, તો ફાઈનલી તે લગ્ન સ્થળે પહોંચ્યો હતો. આ સમયે વચ્ચે વચ્ચે મને મેસેજ આવી રહ્યા હતા કે અર્પિતા હજુ સુધી રેડી નથી. ઘોડી થોડી સ્લો ચલાવો.

મારા હાથમાં થોડુ હતું. આયુષ શર્માએ આગળ જણાવ્યું કે, જ્યારે હું પહોચ્યો તો આમિર ભાઈ, તેઓ આવ્યા અને તેઓેએ મને કહ્યું કે, તમને હું ઘોડી પરથી નીચે ઉતારુ છું. એ સમયે સલવાર મારા પગમાં ફસાઈ ગઈ અને હું આમિર ભાઈની ઉપર જઈને પડ્યો હતો. તેઓ મને હાય કહેવા માટે આવ્યા હતા અને ઉલટાનું હું તેમના પર પડી ગયો.

હું પોતાના જ લગ્નમાં શરમના કારણે મારો ચહેરો વારંવાર છૂપાવી રહ્યો હતો. તેમને યાદ આવશે કે આ છોકરો તેમના પર જ પડ્યો હતો. મહત્વનું છે કે, આયુષ શર્મા અને અર્પિતા ખાનના લગ્નમાં આમિર ખાન સિવાય કેટરીના કૈફ, શાહરૂખ ખાન, કરણ જાેહર, કબીર ખાન, મિની માથુર જેવા અનેક સેલિબ્રિટીસ સામેલ રહ્યા હતા.

હવે આયુષ શર્મા અને અર્પિતાના બે બાળકો આહિલ અને આયત પણ છે. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં આયુષ શર્માએ જણાવ્યું કે, તે સલમાન સાથે તેના લગ્ન અંગે ખાસ વાત નથી કરતો. જાેકે, આયુષનું કહેવું છે કે, જે પ્રકારે સલમાન જિંદગી જીવે છે, કામ કરે છે તેને જાેઈને લાગે છે સલમાાન પાસે લગ્ન કરવા માટે સમય નથી.

આયુષે કહ્યું, “મને એવું લાગે છે કે તેઓ ખુશ છે. તેઓ પોતાના માટે ર્નિણય જાતે જ કરશે.” આયુષ શર્માને જ્યારે સલમાનની લાઈફસ્ટાઈલ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે એકદમ સાદગીથી રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.