Western Times News

Gujarati News

સુરતઃ મોલમાં સ્પાની આડમાં એક કૂટણખાનું ઝડપાયું

સુરત, શહેરમાં એક જાણીતા મોલમાં સ્પાની આડમાં એક કૂટણખાનું ઝડપાયું છે. સુરત પોલીસ મિસિંગ સેલની રેડ પડતા કૂટણખાનામાં ભાગદોડનો માહોલ ઉભો થયો હતો. આ કૂટણખાનામાં વિદેશી યુવતીઓ સહિત સંચાલક અને શોપ માલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કૂટણખાનામાં કામ કરતી થાઈલેન્ડથી આવેલી ચાર યુવતીઓ સામે ડિપોર્ટની કાર્યવાહી કરશે. સુરત પીપલોદમાં આવેલા એક જાણીતા મોલમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.

જ્યાંથી ૪ થાઈલેન્ડની અને ૧ ઈન્ડિયન લલનાને મુક્ત કરાવાઈ હતી. પોલીસે સ્પા સંચાલક, મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરાઈ છે, અને ૪૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને અહીં ટૂરિસ્ટ વિઝા પર સ્પામાં થેરાપિસ્ટ તરીકે કામ કરતી લલનાઓ ગ્રાહકોને મસાજની આડમાં મજા કરાવતી હતી.

લલનાઓ સાથે રંગરેલિયા મનાવતા ગ્રાહકો રંગેહાથે પોલીસના હાથમાં ઝડપાયા હતા. મળતી માહિતી પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પીઆઈ જી.એ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે જમાદાર ધનશ્યામસિંહ સિસોદિયાને બાતમી મળી હતી કે પીપલોદના એક મોલના બીજા માળે આવેલા સ્પર્શ સ્પામાં મસાજની આડમાં દેહવિક્રયનો વેપલો ચાલી રહ્યો છે. જે માહિતીને આધારે પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસને સ્પામાંતી ૫ કોન્ડોમ પણ મળી આવ્યા હતા. પોલીસે સ્પા સંચાલક પ્રજ્ઞેશ કંથારીયા, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી હતી. સાથોસાથ લલનાઓ પુરી પાડી દલાલની ભૂમિકા ભજવનારા વિજય પાટીલ અને ઝૂન નામની વિદેશી પાટીલ અને ઝૂન નામની વિદેશી યુવતીને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ મળી ૪૬ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.