Western Times News

Gujarati News

સ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ

લંડન, સ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઈંગ્લેન્ડમાં છેલ્લા ત્રણ કેસની સાથે યુનાઇટેડ કિંગડમમાં હવે ઓમિક્રોન વેરિએન્ટના કુલ કેસ વધીને નવ થઈ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈએ સ્પુતનિકના હવાલાથી જણાવ્યું કે, ચાર મામલા લનાર્કશાયર ક્ષેત્રમાં જ્યારે બેની ઓળખ ગ્રેટર ગ્લાસગો અને ક્લાઇડ ક્ષેત્રમાં થઈ છે.

સ્કાટિશની અર્ધ સ્વાયત્ત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ બધા સંક્રમિતોને નિષ્ણાંત સહાયતા અને જાહેર સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલું જ નહીં કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ પણ વધારવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરમાં કોરોનાથી મળેલી રાહત ફરી એકવાર ખતમ થવાનો ડર પેદા થઈ ગયો છે. આફ્રિકામાં પ્રથમવાર સામે આવેલ ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાવાનો ખતરો છે અને તેના કારણે ભારત જેવા દેશોમાં મોટું સંકટ પેદા થઈ શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેને લઈને ચેતવણી આપતા કહ્યું કે, તેનાથી રિસ્ક ખુબ હાઈ છે અને કેટલાક વિસ્તારમાં તે ખતરનાક સાબિત થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ પોતાના ૧૯૪ સભ્ય દેશોને સલાહમાં કહ્યું કે, વેક્સીનેશન અભિયાનમાં તેજી રાખો. WHOએ કહ્યું કે ઓમિક્રોનના ખુબ વધુ મ્યૂટેન્ટ્‌સ છે. તેમાં કેટલાક એવા છે, જે મોટો વિસ્ફોટ કરી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.