Western Times News

Gujarati News

શહેરની વધુ એક જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડીને ૬.પ૦ લાખના દાગીનાની ચોરી

ચાંદખેડા વિસ્તારની ઘટના: બે દુકાનોમાં ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ અચાનક જ વધી ગઈ છે ખાસ કરીને ચોરો જ્વેલર્સ અને કિંમતી સામાન રાખતી હોય તેવી દુકાનોને ટાર્ગેટ કરી રહયા છે થોડા દિવસ પહેલાં જ પુજાપાની દુકાનમાંથી બાકોરું પાડીને બાજુની જ્વેલર્સની દુકાનમાં ધાડ પાડવાની ઘટના બની હતી.

આ ઘટના હજુ તાજી જ છે ત્યાં ચાંદખેડામાં આવેલી એક દુકાનમાં બાકોરું પાડીને વધુ એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને રૂપિયા ૬.પ લાખના દાગીનાની ચોરી કરવામાં આવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે પ્રકાશભાઈ પરમાર ચાંદખેડામાં ન્યુપપલ કોમ્પલેક્ષમાં ગજાનંદ જ્વેલર્સ નામની દુકાન ધરાવી તેર વર્ષથી સોના ચાંદીના દાગીનાનો વેપાર કરે છે તેમની બાજુની દુકાનમાં અજીત ઝા ઈવેન્ટની ઓફીસ ધરાવે છે બુધવારે પ્રકાશભાઈનો જન્મદિવસ હોવાથી તેમણે દુકાન બંધ રાખી હતી દરમિયાન ગુરૂવારે સવારે તેમના કોમ્પલેક્ષમાંથી જ અન્ય એક વેપારીએ ફોન કરી ઈવેન્ટની ઓફીસના કાચ તુટેલા અને પ્રકાશભાઈની દુકાનમાં લાઈટ ચાલુ હોવાનું કહયું હતું.

જેથી પ્રકાશભાઈ તાબડતોબ દુકાને પહોંચ્યા હતા જયાં જાેતા તેમની દુકાનના ડ્રોવર તથા તિજાેરીઓ ખુલ્લી હતી જયારે અન્ય સામાન પણ અસ્તવ્યસ્ત હતો ઉપરાંત ૩.પ૦ લાખના સોનાના દાગીના ર લાખ રૂપિયાના ચાંદીના દાગીના તથા એક લાખ રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી ઉપરાંત સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ગાયબ હતું દુકાનમાં તપાસ કરતા ઈવેન્ટની દુકાન તથા તેમની દુકાનની દિવાલમાં બાકોરું પડેલું હતું.

આ ઘટનાને પગલે તુરંત જાણ કરવામાં આવતા ચાંદખેડા પોલીસ પણ આવી પહોંચી હતી અને આસપાસની દુકાનોના સીસીટીવી કુટેજ મેળવી ચોરોને પકડવા તજવીજ હાથ ધીર છે ઈવેન્ટની દુકાનમાં પણ ચોરી થઈ હતી જેથી બુધવારે રાત્રે સાડા નવ વાગ્યા બાદ અજાણ્યા શખ્શોએ ઈવેન્ટની દુકાનના તાળાં તોડી તેમાં ચોરી કર્યા બાદ દિવાલમાં બાકોરું પાડીને જ્વેલર્સની દુકાનમાં પણ ૬.પ૦ લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કર્યાની ફરીયાદ નોંધવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય અગાઉ જ એક જ્વેલર્સની દુકાનમાં જ આ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં આરોપીઓ હજુ પકડાયા નથી ત્યાં ફરી આવી ઘટના બનતાં વેપારીઓ પણ ચિંતિત બન્યા છે બીજી તરફ શહેર સુરક્ષીત હોવાની વાત કરતી પોલીસની પણ પોલ ખુલ્લી પડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.