Western Times News

Gujarati News

૧.૧૪ કરોડના ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા

પ્રતિકાત્મક

દાહોદ, દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલ જિલ્લો છે. ત્યારે દારૂ સહિતના નશીલા પદાર્થોનો વેપલો અનેકવાર ઝડપાય છે. ત્યારે હાલ યુવાધન અલગ અલગ રીતે નશાખોરીના રવાડે ચઢી રહ્યું છે. દાહોદ જિલ્લામાં ગાંજાનું પ્રમાણ પણ વધતું જાેવા મળી રહ્યું છે.

દાહોદ એસ.ઑ.જી છેલ્લા બે માસ અલગ અલગ ત્રણ સ્થળેથી ગાંજાની ખેતી ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે બે મહિનામાં આજે ત્રીજી વખત ૧.૧૪ કરોડની કિમતના ગાંજાના લીલા છોડ ઝડપી પાડવામાં પોલીસ ને સફળતા મળી છે.

દાહોદ એસ ઓ જી શાખાને બાતમી મળી હતી કે દેવગઢબારિયા તાલુકાના સાલિયા ખાતે ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે. જેના આધારે એસ ઓ જી અને પિપલોદ પોલીસની ટીમે રેડ કરતાં નરસિંહભાઈ પટેલના બે ખેતર મા અને ગણપતભાઈ બારિયાના એક ખેતરમા તુવરની ખેતીની આડમા ગાંજાની ખેતી મળી આવી હતી.

જે છોડની ખરાઈ કરવા માટે એફએસએલની ટીમ બોલાવી હતી. અને તેના પરીક્ષણ બાદ છોડ ગાંજાના હોવાનું સાબિત થતાં પોલીસે ત્રણેય ખેતરના છોડ ઉપાડી લીધા હતા. કુલ ૧૮૭૫ નંગ છોડનું વજન ૧૧૪૦ કિલો થયું હતું. જેની કિમત ૧.૧૪ કરોડ થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.