Western Times News

Gujarati News

“બાપાનું ઘર” નાતજાત, અમીર ગરીબ, કે ધર્મના ભેદભાવ વગર સ્વાદિષ્ટ ભોજન જમાડે છે

બાયડની આસપાસના આશરે ૭૦ કિલોમીટર ના વિસ્તારમાં થી લોકો હોસ્પિટલમાં દવા માટે આવતા હોય છે તો વેપારીઓ કે અન્ય વ્યક્તિ ઓ પોતાના કામ માટે બાયડ માં આવતા હોય છે. આ ઉપરાંત બાયડ માં રહેતા લોકો કે નોકરીઆત ને ભોજન મેળવવા માં તકલીફ પડતી જોવા મળતી હતી.

બીજી તરફ મોઘવારી ના જમાનામાં ઉચા ભાવથી જમવાનું પણ તકલીફ પડતી તો સિનિયર સિટીઝન ને પણ તકલીફ દેખાતી હતી. આ સમયે સેવા માટે સદાય હાજર રહેતા બાયડના બે નવયુવાનો એ બાયડ શહેરમાં નોન પ્રોફિટ ઓગૅનાઇઝેશન બનાવી બાપા નું ઘર નામની ભોજન વ્યવસ્થા ની.શરૂઆત કરી છે.

આ બંને યુવાનો રાજન જોષી અને નવનીત સોની ની આ શરૂઆત ને જરૂરિયાત વાળા તમામ લોકોએ વધાવી લીધી છે. અને રોજ આશરે ૧૦૦ જેટલા લોકો નાતજાત, અમિર ગરીબ કે ધમૅના ભેદભાવ વગર લીજજત દાર ભોજન નો સ્વાદ નજીવી કિમત માં માણે છે. અમારા પ્રતિનિધિ એ કેટલાક સિનિયર સિટીઝન સાથે આ બાબતે વાતચીત કરતાં સિનિયર સિટીઝન દ્વારા આ યુવાનો ને આશીર્વાદ આપી વધાવતા જોવા મળ્યા હતા.

તો બાયડ ખાતે બાપા નું ઘર સૌથી વધારે લોકોને મદદરૂપ થાય તે માટે વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઇ પટેલ, નાનજીભાઈ દેવજીભાઈ પટેલ જયંતિભાઇ રામજીભાઈ પટેલ, રાજેન્દ્રભાઇ કોદરભાઇ પટેલ દ્વારા સ્ટીલ ની ટીફીન ભેટ આપવામાં આવ્યા હતા. દિલીપ પુરોહિત, બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.