Western Times News

Gujarati News

સામાન રાખવા બાબતે ચાલુ ટ્રેને મહિલાઓની મારામારી

બરેલી, દિબ્રુગઢથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં, મધ્ય રેલવે, નાગપુરની ડીઆરએમ ઓફિસમાં તૈનાત ફાઇનાન્સ ઓફિસરની એક મહિલા સંબંધી દિલ્હી જવાના નીકળી હતી. જ્યારે ટ્રેન બરેલીમાંથી પસાર થઈ ત્યારે તે કોચની અન્ય મહિલા સાથે ઝઘડો થયો. બંને પક્ષો તરફથી નવી દિલ્હી જીઆરપી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જીઆરપીએ બંને પક્ષે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

બરેલીથી નવી દિલ્હી જતી દિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસના થર્ડ એસીના કોચ નંબર બી-૧૨માં બર્થ નંબર ૫૯ પર મહિલા મણિ બાલા સિંહનું રિઝર્વેશન હતું. આ કોચમાં આસામના અલીપુરદ્વારથી નવી દિલ્હી જવા માટે સરલા તગ્મા ૫૭માં બર્થ પર અને અલ્કા બર્મન ૬૦માં નંબર પર હતી.

બરેલીથી ટ્રેન રવાના થયા બાદ મણિ બાલા સિંહ અને બે મહિલાઓ વચ્ચે સામાન રાખવા બાબતે ઝઘડો થયો હતો. બોલચાલથી શરૂ થયેલો વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો. આરોપ છે કે આસામથી આવી રહેલી બંને મહિલાઓએ સાથે મળીને મણિ બાલા સિંહની મારપીટ કરી હતી. હુમલાની માહિતી મળતાં જ ટીટીઈ દીપક કુમાર અને કેપ્ટન રાજન પહોંચ્યા અને દરમિયાનગીરી કરી. મણિ બાલા સિંહના સંબંધીઓ નાગપુર રેલવે ડિવિઝનમાં ફાઇનાન્સ ઓફિસર છે.

આ ઘટના અંગે તેઓને પણ જાણ કરવામાં આવી હતી. તેણે મુરાદાબાદ રેલવે વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો અને મદદ માગી. જ્યારે ટ્રેન મુરાદાબાદ પહોંચી ત્યારે આરપીએફ અને જીઆરપીની ટીમ કોચ સુધી પહોંચી હતી.

ત્યાં તહરિર માટે પૂછવા પર, ટ્રેન ચાલુ થઈ અને જીઆરપી-આરપીએફ ટીમ નીચે ઉતરી. કંટ્રોલ રૂમની સૂચના પર જીઆરપી અને આરપીએફની ટીમ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચી હતી. જ્યાં બંને પક્ષો તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. જાેકે, બાદમાં બંને પક્ષના સગા-સંબંધીઓ પણ સ્ટેશને પહોંચી ગયા હતા અને સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.