Western Times News

Gujarati News

BCCIના કેટલાક મને કોચ તરીકે જાેવા ઈચ્છતા ન હતા

મુંબઈ, ટી૨૦ વર્લ્ડકપમાંથી ભારતની શરમજનક એક્ઝિટ બાદ રવિ શાસ્ત્રીને કોચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીએ ભારત માટે ૮૦ ટેસ્ટ અને ૧૫૦ વન ડે મેચ રમ્યા છે, ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્‌ડ ચેમ્પિયનશીપ ઓફ ક્રિકેટમાં ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યા હતા.

જાન્યુઆરી ૧૯૮૫માં રવિ શાસ્ત્રીએ રણજી મેચમાં એક ઓવરમાં ૬ સિક્સ ફટકારી હતી. વર્ષ ૨૦૧૭માં ક્રિકેટ એડવાઈઝરી કમિટી, જેમાં સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હતા, તેઓએ શાસ્ત્રીની ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે પસંદગી કરી હતી.

શાસ્ત્રીના કોચ તરીકેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ મેચોમાં નં.૧નું સ્થાન મેળવ્યું હતું, આ ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં રમાયેલ ટેસ્ટ સીરિઝમાં શાનદાર જીત મેળવી હતી. ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભારતની એક્ઝિટ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ખતમ થયો હતો. ટીમ ઈન્ડિયાના હેટ કોચ તરીકેનો કોન્ટ્રાક્ટ ખતમ થયા બાદ રવિ શાસ્ત્રીએ તેની કોચ પદેથી હકાલપટ્ટી પર વાત કરી હતી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, અનેક રીતે મને લાગતું હતું કે આ પદ પર રહીને હું ભૂલ કરી રહ્યો છું. ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન વિદેશમાં એક બાદ એક હાર બાદ ભારતીય ટીમ સારા હાથમાં ન હતી. ઈંગ્લેન્ડમાં ૪-૦, ઓસ્ટ્રેલિયામાં ૪-૦ અને ફરીથી ઈંગ્લેન્ડ સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

મેં જ્યારે સ્ટાર સાથે બ્રોડકાસ્ટરનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો, ત્યારે બીસીસીઆઈ તરફથી મને ઓફર આપવામાં આવી હતી, આ સમયે કોઈ કોન્ટ્રાક્ટ ન હતો. ફક્ત વાતચીતમાં મને આ ઓફર અપાઈ હતી. પણ એન.શ્રીનિવાસનના અવાજમાં એ ગંભીરતા હતી, કે જેમ શરદ પવારે મને ૨૦૦૭માં નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ બનવા માટે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૪માં એન. શ્રીનિવાસને મને બોર્ડના ડિરેક્ટર તરીકે જાેડાવવા કહેવામાં આવ્યું. મેં કહ્યું કે, આ અંગે વિચારવા માટે મને એક દિવસનો સમય આપો. એક સમયે મને લાગ્યું કે, આ પદ માટે હું તૈયાર છું પણ મારે હવે બ્રોડકાસ્ટરને કેવી રીતે સમજાવવા. હું આ અંગે ઉદય શંકર સાથે વાત કરું તે પહેલાં જ તેઓએ મારી તમામ મુશ્કેલીઓ દૂર કરી દીધી.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જે રીતે મને ટીમથી નીકાળવામાં આવ્યો તેનાથી ખુબ દુઃખ થયું. આ રીત યોગ્ય ન હતી. મને હટાવવા માટે અન્ય રીત પણ હોઈ શકતી હતી. જ્યારે હું ટીમ છોડીને ગયો ત્યારે તે સારી સ્થિતિમાં હતી. મારા બીજી કાર્યકાળમાં હું ઘણા વિવાદોમાં આવ્યો હતો. જે લોકો મને બહાર રાખવા ઈચ્છતા હતા, તેમના મોઢા પર આ એક લપડાક હતી.

બીસીસીઆઈમાં અમુક લોકો મને અને ભરત અરુણને કોચ તરીકે જાેવા માગતા ન હતા. જેઓને તે બોલિંગ કોચ બનાવવા માગતા ન હતા, તે ભારતના સૌથી શાનદાર બોલિંગ કોચ બન્યા. તે કોચોને પણ કોચિંગ આપે છે. હું કોઈ એક વ્યક્તિ પર આંગળી ચીંધી રહ્યો નથી.

કોઈનું નામ લઈ રહ્યો નથી, પણ એટલું તો પાક્કું છે કે અમુક લોકો તમામ પ્રયાસોમાં લાગેલાં હતા કે હું કોચ બની ન શકું. આ વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રવાના થતાં પહેલાં મેં આગળ વધવા માટે મારું મન બનાવી લીધું હતું. અને આ ઉપરાંત અન્ય કારણો પણ હતા. પ્રથમ તો હું ૬૦ વર્ષનો થઈ રહ્યો છું અને બીજું એ કે સુપ્રીમ કોર્ટના ર્નિણય અને બીજું બધું.

આ ઉપરાંત મને ખબર હતી કે, આગામી બે વર્ષ સુધી ક્વોરન્ટાઈન અને બાયો બબલ ક્યાંય જવાના નથી. આઈસોલેશનમાં ક્રિકેટ રમવામાં આવશે અને આજે પણ એવું જ થઈ રહ્યું છે. જેથી મને લાગ્યું કે હવે બહું થયું, ક્યાં સુધી આવું ચાલતું રહેશે.

હું હવે મારો સમય મારી માતા અને પરિવાર સાથે પસાર કરીશ. હું ઘણો સમય તેમનાથી દૂર રહ્યો છું. અને જાેઈએ હવે શું થાય છે, હું હંમેશા નવા પડકારોનો સામનો કરવા તૈયાર છું અને હું અત્યારે માત્ર ૫૯ વર્ષનો છું અને હવે ૬૦ વર્ષનો થઈ જઈશ. અને હજુ સારું કામ કરવા માટે એક દાયકો બાકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.