Western Times News

Gujarati News

સારા ઘરની યુવતીઓ ડ્રગ્સની લતમાં દેહવેપારમાં ધકેલાઈ

Files Photo

અમદાવાદ, ડ્રગ્સની લત યુવાધનને બરબાદીની પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના રવાડે જાય છે. ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગયેલી ૪૮ યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે.

અત્રે નોંધનીય છે કે, ડ્રગ્સની એટલી લત્ત આ યુવતીઓને લાગી ગઇ હતી કે ડ્રગ્સ માટે તે ગમે તે કરવા માટે તૈયાર થઇ જતી હતી. એક ડ્રગ્સની પડીકી માટે ઘણા અનૈતિક કામ પણ કરી ચુકી હતી. જાેકે અમદાવાદ પોલીસના ઝોન-૩ ડીસીપી મકરંદ ચૌહાણ અને તેમની ટીમે આવી યુવતીઓને ડ્રગ્સ તેમજ દેહવેપારના ચંગુલમાંથી બહાર કાઢવાનું બિડુ ઝડપ્યું છે.

આ સમગ્ર અભિયાન અને પોલીસની દ્રઢ સંકલ્પશકિતની શરૂઆત જુલાઈ ૨૦૨૦ માં કાલુપુરમાં એક હોટલમાં રેડ દરમિયાન થઈ હતી. જેમાં પોલીસના સંપર્કમાં એક યુવતી આવી હતી જે ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી.

ડ્રગ્સની આદતને સંતોષવા માટે કોઈપણ હદે જવું અને ડ્રગ્સ પેડલર કહે તેની સાથે હોટેલ સુધી જવાની તેની મજબૂરી અને તૈયારીઓ જાેઈ ને પોલીસે આવી યુવતીઓને આ દલદલમાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું.

આ તમામ યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવવા સાથે તેમના ભવિષ્યને ધ્યાને રાખીને તેમની ઓળખ કોઈપણ ભોગે જાહેર ન થાય તે રીતે આ યુવતીઓનું કાઉન્સેલિંગ, રિહેબિલિટેશન કરવાનું શરું કરવામાં આવ્યું. ઝોન ૩ ડીસીપીએ અત્યાર સુધીમાં ૪૮ જેટલી યુવતીઓને ડ્રગ્સની ચુંગાલમાંથી મુકત કરવામાં સફળતા મળી છે.

જાે કે ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગની યુવતીઓ એમ.બી.એ, એમબીબીએસ અને બી. ટેક જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જે ક્યાંક કોલેજના મિત્રો સાથે પાર્ટીમાં કે દેખાદેખી માં ડ્રગ્સ ની લતે ચઢી ગયેલ છે. ત્યાર બાદ કેટલીક યુવતીઓ તો ડ્રગ્સની લત પૂરી કરવામાં પોતાના પોકેટ મની પૂરા થઈ જતા હોવાથી શરીર વેચવા સુધી મજબૂર થઈ જાય છે.

આવી તમામ યુવતીઓને ફરી સામાન્ય જીવન જીવવા તરફ વાળ્યા બાદ પોલીસ સતત આવા રેકેટમાં ફસાયેલી યુવતીઓને બચાવવા પ્રયાસરત છે. પોલીસે જેમને આ પ્રકારે મદદ કરી છે તેમનો પણ કહેવામાં આવે છે કે જાે આવી બીજી કોઈપણ યુવતીઓ હોય તો તેમણે પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ તેમનું કોઈપણ રીતે નામ બહાર ન આવે એ રીતે મદદ માટે તૈયાર છે. ડ્રગ્સના ગુનેગારોને કડક સજા કરવા પણ પ્રયાસ ચાલુ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.