Western Times News

Gujarati News

ઓમિક્રોન વેરિયંટથી સંક્રમિત બ્રિટનના એક દર્દીનું મોત થયું

લંડન, દુનિયાભરમાં ફફડાટ ફેલાવનારા કોરોનાના ઓમિક્રોન વેરિયંટથી સંક્રમિત એક દર્દીનું મોત થયું છે. યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત એક વ્યક્તિ મોતને ભેટ્યો છે.

સાઉથ આફ્રિકામાં ઉદ્દભવેલો ઓમિક્રોન વેરિયંટ યુકે સહિત યુરોપના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લંડનમાં જ કોરોનાના કુલ દર્દીના ૪૦ ટકા તેનાથી સંક્રમિત હોવાનું અનુમાન છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને પણ આ વેરિયંટ લપેટમાં લઈ રહ્યો હોવાથી યુરોપમાં બુસ્ટર ડોઝ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે.

૨૭ નવેમ્બરના રોજ ઓમિક્રોનની યુકેમાં એન્ટ્રી થઈ હતી. હવે દેશમાં તે અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી બ્રિટનમાં આગામી દિવસોમાં આકરા પ્રતિબંધો લાદવામાં આવે તેવી શક્યતા છે. પીએમ જ્હોન્સને ઓમિક્રોનની મોટી લહેર આવી રહી હોવાની દેશવાસીઓને ચેતવણી પણ આપી દીધી છે.

ઓમિક્રોન વેરિયંટ દુનિયાના ૬૩ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેણે યુરોપમાં પોતાની અસર બતાવવાનું પણ શરુ કરી દીધું છે. ઉૐર્ંના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન આ વેરિયંટ અગાઉ જેમને કોરોના થઈ ચૂક્યો છે તેવા લોકોને પણ શિકાર બનાવી રહ્યો છે, અને તે વેક્સિનનું કવચ ભેદવામાં પણ સમર્થ છે.

યુરોપ અને સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનનો કોમ્યુનિટી સ્પ્રેડ શરુ થઈ ચૂક્યો છે, મતલબ કે ટ્રાવેલ હિસ્ટ્રી ના ધરાવતા લોકોને પણ તેનો ચેપ લાગી રહ્યો છે. ઓમિક્રોનના દર્દીમાં કોરોનાના હળવા લક્ષણ જાેવા મળે છે તેવા પ્રાથમિક અનુમાન પર બ્રિટનના પીએમે જણાવ્યું છે કે આ બાબતને બાજુ પર રાખી ઓમિક્રોન જે ઝડપે ફેલાઈ રહ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી તેનાથી બચવાના ઉપાય શોધવા જાેઈએ. યુકેએ ક્રિસમસ સુધીમાં રોજના ૧૦ લાખ લોકોને બુસ્ટર ડોઝ આપવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યુકેમાં રોજના કેસોનો આંકડો ૫૦ હજારને પાર પહોંચી ગયો છે. એક અભ્યાસ અનુસાર, યુકેમાં ઓમિક્રોનને કારણે એપ્રિલના અંત સુધીમાં ૭૫,૦૦૦ લોકોના મોત થઈ શકે છે.

ભારતની વાત કરીએ તો, દેશમાં અત્યારસુધી ઓમિક્રોનના ૩૮ કન્ફર્મ કેસ મળી આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના ૧૮, રાજસ્થાનના ૯, કર્ણાટકના ૩, ગુજરાતના ૩ કેસોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં હાલ ઓમિક્રોનના તમામ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિ ઓમિક્રોનગ્રસ્ત થયા હતા, જેમના સંપર્કમાં આવેલા બે લોકોને પણ તેનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરાયા હતા.

જાેકે હજુ સુધી બીજા કોઈને ઈન્ફેક્શન લાગ્યાનું સામે નથી આવ્યું. આ સિવાય દેશમાં પણ ઓમિક્રોનના કોમ્યુનિટી સ્પ્રેડના કોઈ સમાચાર નથી. પરંતુ ઓમિક્રોનને લીધે સંભવતઃ ત્રીજી લહેર આવી શકે છે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા વિવિધ રાજ્યોની સરકારો દ્વારા તૈયારી શરુ કરી દેવાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.