Western Times News

Gujarati News

રેનબક્સીના પ્રમોટર સાથે સુકેશે કરોડોની ઠગાઈ કરી

મુંબઈ, કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અને બોલિવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક કાંડ સામે આવ્યો છે. તેના પર રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની પાસેથી ૨૦૦ કરોડ રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે.

ઈડીની ચાર્જશીટમાં સામેલ એક ઓડિયો રેકોર્ડિંગ દ્વારા આ મામલો સામે આવ્યો છે. સુકેશ હાલ જેલમાં બંધ છે. આરોપ પ્રમાણે સુકેશે હોમ સેક્રેટરી બનીને શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને ફસાવી અને તેને જેલમાંથી જ ફોન કરીને ૨૦૦ કરોડની ઠગાઈ કરી. શિવિંદર પણ છેતરપિંડીના એક કેસમાં ૨૦૧૭ના વર્ષથી તિહાડ જેલમાં બંધ છે.

સુકેશે શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને ફોન કર્યો હતો અને પોતે હોમ સેક્રેટરી અજય ભલ્લા બોલે છે તેમ કહ્યું હતું. તેણે પોતે ગૃહ મંત્રી અમિત શાહ સુધી પહોંચ ધરાવે છે અને તે જ શિવિંદરને જેલમાંથી કાઢી શકે છે તેમ કહ્યું હતું. જાેકે આ માટે તેણે પાર્ટી ફંડમાં ફાળા તરીકે ૨૦૦ કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું. તેની વાતોમાં આવીને અદિતિ સિંહે ૨૦૦ કરોડ રૂપિયા આપી દીધા હતા. સુકેશે જેલમાં રહીને જ આ કાંડ કર્યું હતું. ૨૦૨૦-૨૧ દરમિયાન અદિતિએ ૩૦ હપ્તામાં ૨૦૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.

જૂન ૨૦૨૦ સુધીમાં અદિતિને ઠગાઈની શંકા જાગી હતી અને ત્યાર બાદ તે સુકેશ સાથેની દરેક વાત રેકોર્ડ કરવા લાગી હતી. ત્યાર બાદ અદિતિએ ૧૧ મહિનામાં સુકેશ સાથેના કોલના આશરે ૮૪ રેકોર્ડ ઈડીને સોંપી દીધા હતા અને સમગ્ર કેસ સામે આવ્યો હતો. આ વાતચીત દરમિયાન સુકેશે લો સેક્રેટરી અનુપ કુમાર અને અન્ય એક નામે અલગ અલગ લોકો સાથે અદિતિની વાત પણ કરાવી હતી. અદિતિએ સુકેશ વિરૂદ્ધ ૨૦૦ કરોડની છેતરપિંડી કરવા અંગે એફઆઈઆર નોંધાવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.