Western Times News

Gujarati News

ગુજરાત એટીએસ અને ભારતીય તટ રક્ષકે છ પાકીસ્તાનીઓને રૂ.૪૦૦ કરોડના હેરોઈન સાથે ઝડપી લીધા

મધ દરીયે ઓપરેશન પાર પાડ્યું: ૩ વર્ષમાં ૪૬૦૦ કરોડ રૂપિયાનો માદક દ્રવ્યોનો જથ્થો પકડાયો

(સારથી. એમ.) અમદાવાદ, ગુજરાતના મોરબી જીલ્લામાંથી ૬૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં જ ગુજરાત એટીએસની ટીમે ભારતીય તટ રક્ષક દળ સાથે મળીને ભારતીય જળ સીમમાંથી છ પાકિસ્તાની ઈસમોને ૪૦૦ કરોડ રૂપિયાના હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

બાતમીને આધારે કરેલી કાર્યવાહી બાદ પ્રાથમિક તપાસમાં આ સમગ્ર જથ્થો પંજાબ રાજયમાં અંડરવર્લ્ડ સાથે જાેડાયેલા ગુનેગારોને મોકલવાનો હતો તેવું બહાર આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને માહીતી મળી હતી કે પાકિસ્તાનથી દરીયાઈ માર્ગે પ્રતિબંધિત હેરોઈનનો જથ્થો કરાંચી પોર્ટથી ભારત પાકિસ્તાનની જળસીમા નજીક જખૌથી આશરે ૩પ નોટીકલ માઈલ દુર પાકિસ્તાની બોટ ‘અલ હુસેની’માં આવવાનો છે.

આ બાતમીને આધારે એટીએસના પીઆઈ એમ.સી.નાયક, પીએસઆઈ બી.એચ. કોરાટ તથા પીએસઆઈ આર.જે. ઠુમ્મરની એક ટીમ બનાવવામાં આવી હતી અને તેમને જખૌ મોકલવામાં આવ્યા હતા જયાં એટીએસની ટીમ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કરીને ઈન્ટર સેપ્ટર બોટમાં બેસી રવાના થયા હતા અને માહીતી અનુસારની ભારતની ૈંસ્મ્ન્ સીમામાં હાજર “અલ હુસૈની” નામની પાકિસ્તાની બોટને આંતરી લીધી હતી અને તેમાંથી મોહમદ ઈમરાન વાઘેર, ઈસ્માઈલ બડાલા, મોહમદ સાજીદ વાઘેર, સાગર વાઘેર, મોહમદ દાનિશ વાઘેર અને અશ્ફાક વાઘેર (તમામ રહે. કરાંચી, પાકિસ્તાન)ને ઝડપી લીધા હતા.

અલ હુસેની બોટની તલાશી લેતાં તેમાં ૭૭ કિ.ગ્રા જેટલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૩૮પ કરોડ રૂપિયા થાય છે. બાદમાં આ તમામને પકડીને જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.

પાક.થી બે ડ્રગ માફીયાએ હેરોઈન મોકલ્યો
એટીએસની પુછપરછમાં પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનનાં ડ્રગ માફીયા હાજી હસન તથા હાજી હાસમે પકડાયેલા આરોપી મોહમદ ઈમરાનને ડ્રગની ડિલીવરી કરવા બોટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું ઈમરાને સાગરને વાત કરતાં તેણે કરાંચીના શેબાઝ અલી નામના ઈસમ પાસેથી ફિશીંગ કરવાના નામે બોટ ભાડેથી લીધી હતી બાદમાં ફિશીંગનું બહાનું બનાવી તમામ ઈસમો કરાંચીના મુખ્ય બંદરેથી રવાના થયા હતા.

પાક.ની જળસીમામાં હેરોઈન મેળવ્યું
તમામ છ આરોપીઓ બોટમાં મોડી રાત્રે કરાંચી બંદરથી ૬ નોટીકલ દુર આવ્યા હતા અને હાજી હસન તથા હાજી હાસમનો સંપર્ક કર્યો હતો. બાદમાં હાજી હાઈસમનો ભાણો ‘મામુ’ તથા અન્ય બે શખ્શોએ એક ફાયર બોટમાં તેમને પ્લાસ્ટીકના થેલાઓમાં ૭૭ કિલો હેરોઈનનો જથ્થો પહોચાડયો હતો.

ડ્રગની ડિલીવરી કરે એ પહેલાં જ ઝડપાયા
આ જથ્થો લઈને તે જખૌથી ૩પ નોટીકલ માઈલ દુર દરીયામાં રોકાયા હતા. જયાંથી VHF ચેનલ નં.૭૧ ઉપર હરી-૧ તથા હરી-ર કોડવર્ડથી સંપર્ક કરી ડિલીવરી કરવાની તજવીજ કરતાં હતા એ જ વખતે એટીએસ અને ICG(ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ)ની સંયુક્ત ટીમે તેમને પકડી લીધા હતા.
વર્ષ ર૦૧૮થી ર૦ર૧ દરમિયાન ૪૬૦૦ કરોડનો ડ્રગ્સ ઝડપાયો

અત્રે નોંધનીય છે કે ઓગસ્ટ ર૦૧૮થી ડીસેમ્બર ર૦ર૧ દરમિયાન વિવિધ ઓપરેશનો પાર પાડીને દરીયાઈ માર્ગે થતી ગેરકાયદેસર હેરાફેરી અટકાવી ગુજરાત એટીએસ એ આશરે ૯ર૦ કિલો જેટલો વિવિધ માદક પદાર્થોનો જથ્થો પકડી પાડયો છે જેની બજાર કિંમત રૂપિયા ૪૬૦૦ કરોડ થાય છે. આ અંગે ગુના નોંધીને પાકિસ્તાની, ઈરાની અને અફઘાની ઉપરાંત ભારતીય ઈસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

પકડાયેલાં ડ્રગ્સનું શું થાય છે ?
પકડાયેલા ડ્રગ્સનો જથ્થો કોર્ટના કબ્જામાં રાખવામાં આવે છે અને જયારે કેસનો ફેંસલો થાય છે ત્યારે કોર્ટ આ જથ્થાનો નાશ કરવાનો આદેશ આપે છે, નોંધનીય છે કે ડ્રગ્સનો આ જથ્થો મેડીકલ પર્પઝ માટે ઉપયોગ કરી શકાય એટલો ગુણવત્તાયુક્ત હોતો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.