Western Times News

Gujarati News

આ રેફ્રિજરેટરના એર ફ્લો ડક્ટમાં એન્ટિ-જર્મ નેનો કોટિંગનો ઉપયોગથી ખોરાક સલામત રહેશે

ગોદરેજ એપ્લાયન્સિસે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સમાં નેનો ડિસઇન્ફેક્શન ટેકનોલોજી સાથે ઉપભોક્તાઓ માટે ખાદ્ય પદાર્થોની સલામતી વધારી

એના પોર્ટફોલિયોમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંચાલિત એપ્લાયન્સિસ ઓફર 30 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક

·         તમામ સર્ફેસ ડિસઇન્ફેક્શન, રુમ એર કન્ડિશનિંગ, લોન્ડ્રી, ડિસવોશિંગથી લઈને હવે રિફ્રેજરેશન એમ તમામમાં ડિસઇન્ફેક્શન ટેકનોલોજી પ્રસ્તુત કરીને ઉપભોક્તાનું સ્વાસ્થ્ય વધારવા એની કટિબદ્ધતાને મજબૂત કરી

મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સનો ભાગ ગોદરેજ એપ્લાયન્સિસે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે વધારે સભાન ઉપભોક્તાઓ માટે એની પ્રોડક્ટ ઓફરને વધારે મજબૂત કરી છે. આ વધતી માગને પૂર્ણ કરવા બ્રાન્ડે એના ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર્સની રેન્જમાં અદ્યતન ‘નેનો ડિસઇન્ફેક્શન ટેકનોલોજી’ પ્રસ્તુત કરી છે, જે માટે કંપનીએ પેટન્ટ પણ ફાઇલ કરી છે.

અત્યારે આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ એમાં જીવાણુઓનું જોખમ છે અને ઉપભોક્તાઓમાં એની ચિંતા વધી રહી છે. ગોદરેજ એપ્લાયન્સિસ એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે, લોકો જે સેવન કરે એ ભોજન શક્ય એટલું વધારે સ્વાસ્થ્યપ્રદ હોય, ખાસ કરીને આજના વાતાવરણમાં,

જેમાં આપણા સુધી પહોંચતા અગાઉ ભોજન કે ખાદ્ય પદાર્થો ઘણા હાથોમાંથી પસાર થાય છે અને આસપાસની હવામાં પણ જીવાણુઓ હોવાનું જોખમ છે. નેનો ડિસઇન્ફેક્શન ટેકનોલોજી રેફ્રિજરેટરની એર ફ્લો ડક્ટમાં સ્પેશ્યલ એન્ટિ-જર્મ નેનો કોટિંગનો ઉપયોગ કરે છે. આ નળીમાંથી પસાર થતી હવા ડિસઇન્ફેક્ટ થાય છે અને એ ફેલાતા એનાથી રેફ્રિજરેટરના આસપાસના ભાગોમાં જીવાણુઓની કામગીરી પર નિયંત્રણ આવે છે,

જેનાથી રેફ્રિજરેટરમાં ખાદ્ય પદાર્થો શુદ્ધ જળવાઈ રહે છે. આ ટેકનોલોજીનું પરીક્ષણ નળીમાં 100 ટકા સર્ફેસ શુદ્ધિકરણ પ્રદાન કરવા થયું છે અને ખાદ્ય પદાર્થોની સરેરાશ 95 ટકા સપાટી જીવાણુઓ સામે શુદ્ધ થાય છે. સૂક્ષ્મ જીવાણુઓની પ્રવૃત્તિઓમાં સ્પષ્ટ ઘટાડો થવાથી ભોજન વધારે સારી રીતે જળવાઈ રહેવાની સુનિશ્ચિતતા થાય છે,

જે એને લાંબો સમય તાજું અને સ્વસ્થ રાખે છે. રેગ્યુલર રેફ્રિજરેટરમાં કૂલિંગ સાથે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ ઘટે છે, એનાથી વિપરીત ડિસઇન્ફેક્શન ટેકનોલોજી રેફ્રિજરેટરમાં હવાને શુદ્ધ કરે છે એટલે કોઈ પણ જીવાણુઓ સામે ખાદ્ય પદાર્થોની સપાટી શુદ્ધ થાય છે.

ટેકનોલોજીનું પરીક્ષણ એનએબીએલ માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળામાં થયું હતું. 24 કલાક ફૂડ સર્ફેસ ડિસઇન્ફેક્શન લેબ ટેસ્ટ ઇકોલી, સાલ્મોનેલ્લા વગેરે જેવા સામાન્ય રીતે જોવા મળતાં જીવાણુઓના પસંદ કરેલા સેટ સામે તેમજ વિવિધ ખાદ્ય પદાર્થો – ટમેટા, બ્રેડ, દહીં અને સફરજન પર હાથ ધરવામાં આવ્યો હતો – આ તમામ ખાદ્ય પદાર્થો રેફ્રિજરેટરમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ અદ્યતન ટેકનોલોજી ગોદરેજ એપ્લાયન્સિસની પ્રોપ્રાઇટરી છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં ગોદરેજ એપ્લાયન્સિસે સ્પેશ્યલ નેનો-કોટેડ એન્ટિ-વાયરલ ફિલ્ટ્રેશન ટેકનોલોજી સાથે  ટી-સીરિઝ એર કન્ડિશનર્સ પ્રસ્તુત કર્યા હતા, જે 99.9 ટકા* વાયરલ અને બેક્ટેરિયલ પાર્ટિકલ્સનો નાશ કરે છે, જે નેનો કોટેડ ફિલ્ટર સર્ફેસની સપાટીના સંસર્ગમાં આવ્યાં હતાં.

વળી કંપનીએ ડિશોને શુદ્ધ કરવા અને બેક્ટેરિયા દૂર કરવા એન્ટિ-જર્મ યુવી-આયન ટેકનોલોજી, સ્ટીમ વોશ અને એન્ટિ-બેક્ટેરિયલ ફિલ્ટર જેવી ટેકનોલોજીઓ સાથે ગોદરેજ આયન ડિશવોશર્સ પ્રસ્તુત કર્યું હતું તેમજ જર્મશિલ્ડ ટેકનોલોજી સાથે 5 સ્ટાર બીઇઇ રેટેડ ગોદરેજ ઇઓન મેગ્નસ વોશિંગ મશીનો પણ પ્રસ્તુત કર્યા હતા,

જે 99.99+જીવાણુઓ* અને કોવિડ વાયરસ*નો નાશ કરે છે. ગોદરેજ રસીને જાળવવા માટે અદ્યતન મેડિકલ રેફ્રિજરેટર્સ અને મેડિકલ કોલ્ડ ચેઇન માટે અદ્યતન ફ્રીઝર્સ પણ પૂરાં પાડે છે તેમજ ભારતના કોવિડ રસીકરણ અભિયાનમાં પણ સામેલ છે. ગયા વર્ષે કંપનીએ ગોદરેજ વાયરોશીલ્ડ પણ પ્રસ્તુત કર્યું હતું, જે રોજિંદા વપરાશના  પાત્રોની સપાટી પરથી કોવિડ વાયરસ અને જીવાણુઓનો નાશ કરવા યુવીસી આધારિત ડિસઇન્ફેક્ટિંગ ડિવાઇઝ છે. (*શરતો લાગુ. godrej.com/Godrej-appliances પર ટેસ્ટની વધારે જાણકારી મેળવો).

આ વિશે ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું હતું કે, “અમે અમારા તમામ ઉપકરણોના પોર્ટફોલિયોમાં અમારા ઉપભોક્તાઓને સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ સમાધાનો ઓફર કરવા કટિબદ્ધ છીએ તથા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ.

ગયા વર્ષથી અમે જર્મ પ્રોટેક્શન માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતા વિવિધ ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે. આ ઓફર પર પ્રોત્સાહનજનક પ્રતિભાવ અને ઉપભોક્તાઓ સાથે સતત સંવાદને પગલે અમને રેફ્રિજરેટર્સમાં ફૂડ ડિસઇન્ફેક્શન માટેની સ્પષ્ટ જરૂરિયાત અનુભવાઈ હતી, જેથી અમે અમારા રેફ્રિજરેટર્સમાં નેનો  ડિસઇન્ફેક્શન ટેકનોલોજી પ્રસ્તુત કરી છે. આ ટેકનોલોજી સાથે અમારો ઉદ્દેશ બજારમાં અમારી પોઝિશનને મજબૂત કરવાનો અને આગામી વર્ષ સુધીમાં અમારા કુલ પોર્ટફોલિયોમાં અમારા સ્વાસ્થ્યલક્ષી સોલ્યુશન વધારીને 30 ટકા કરવાનો છે.”

ઉપરાંત ગોદરેજ એપ્લાયન્સિસના રેફ્રિજરેટર્સના પ્રોડક્ટ ગ્રૂપ હેડ અનુપ ભાર્ગવે કહ્યું હતું કે, “નેનો ડિસઇન્ફેક્શન ટેકનોલોજી ભારતીય રેફ્રિજરેટર ઉદ્યોગમાં નોંધપાત્ર માપદંડ છે. નેનો ડિસઇન્ફેક્શન ટેકનોલોજી તાજેતરમાં પ્રસ્તુત થયેલા ગોદરેજના ઇઓન વેલોર કન્વર્ટિબલ રેફ્રિજરેટરમાં ઉપલબ્ધ છે, જે ફ્રિજ ફ્રીઝર 4-ઇન-1 કન્વર્ટિબલ ટેકનોલોજી અને કૂલ બેલેન્સ ટેકનોલોજી સાથે આવે છે, જે હવાના પ્રવાહને શુદ્ધ બનાવીને તમારા ફૂડ ફાર્મની તાજગી 30 દિવસ સુધી જાળવી રાખે છે. ડિસઇન્ફેક્શન ટેકનોલોજી ટૂંક સમયમાં સંપૂર્ણ ફ્રોસ્ટ ફ્રી રેન્જમાં ઉપલબ્ધ થશે.”

મશીનો 244થી 350 લિટરની ક્ષમતામાં ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 29,000થી શરૂ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.