Western Times News

Gujarati News

એશિયાઈ બજારમાં ભારતીય રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતીય રુપિયામાં ઘટાડાનો સમય ચાલુ છે. રિપોર્ટ અનુસાર ભારતીય રુપિયો એશિયાઈ બજારમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી બની ગયો છે. તેની પાછળનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ છે. આનો સીધો અર્થ છે કે દેશના શેર બજારમાંથી વિદેશી રોકાણ પોતાના રુપિયા નીકાળી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર અમેરિકા ડોલરની સરખામણીએ ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટર ભારતીય રુપિયા 1.9 ટકા કમજોર થઈ ચૂક્યુ છે. આ 74 રુપિયા પ્રતિ ડોલરની સરખામણીએ હવે 76 રુપિયા પ્રતિ ડોલરને પાર પહોંચી ગયો છે.

રિપોર્ટ અનુસાર વૈશ્વિક ફંડે ભારતીય શેર બજારથી 420 કરોડ અમેરિકી ડોલર નીકાળ્યા છે. એશિયામાં આ કોઈ પણ શેર બજારથી કાઢવામાં આવેલી સૌથી વધારે પૂંજી છે.

કોરોના વાયરસના નવા સંક્રમણ ઓમિક્રોનના કારણે ભારતીય શેર બજાર પર સતત દબાણ જોવા મળી રહ્યુ છે. એવામાં રોકાણકારોની ચિંતાઓ વધી ગઈ છે. આ સિવાય ભારતના વેપારમાં રેકોર્ડ નુકસાનના સંકેતો છે.

અમેરિકી સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વની સાથે-સાથે દુનિયાભરના કેન્દ્રીય બેન્ક પોતાની પોલિસીમાં પરિવર્તન કરી રહ્યા છે. મોંઘવારીને કાબૂમાં કરવા માટે વ્યાજ દર વધારવાની તૈયારીમાં છે.

ભારત પોતાની જરુરિયાતનુ 80 ટકા કાચુ તેલ વિદેશોમાં ખરીદે છે. અમેરિકી ડોલર મોંઘો હોવાથી રૂપિયો વધારે ખર્ચ થશે કેમ કે વિદેશોથી સામાન ખરીદવા માટે રુપિયાને પહેલા ડોલરમાં બદલવામાં આવે છે. આનાથી પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદન મોંઘા થશે.

જેથી ભાડુ મોંઘુ થશે. પરિવહન મોંઘુ થશે. તેની અસર દરેક નાની-મોટી વસ્તુ પર પડશે. વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર રુપિયાની નબળાઈની નોંધપાત્ર અસર પડશે. જેના કારણે તેમનો ખર્ચ વધશે.

તેઓએ વસ્તુઓની ઊંચી કિંમત ચૂકવવી પડશે. આ સિવાય વિદેશ જતા ભારતીયોએ પણ વધુ ખર્ચ કરવો પડશે. બીજી તરફ રૂપિયામાં કમજોરી ભારતીય IT કંપનીઓ માટે સારા સમાચાર છે. તેનાથી તેમની કમાણી વધશે. એ જ રીતે નિકાસકારોને ફાયદો થશે, જ્યારે આયાતકારોને નુકશાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.