Western Times News

Gujarati News

લક્ષ્યદ્વીપની શાળાઓમાં હવે રવિવારે રજા રાખવા નિર્ણય

કાવરત્તી, દેશના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ૯૩ ટકા મુસ્લિમ વસતી નિવાસ કરે છે. આ કારણથી ત્યાં વિશેષ જાેગવાઈ હેઠળ સ્કુલોમાં શુક્રવારની રજા રહેતી હતી પરંતુ હવે ત્યાં આ નિયમ બદલાઈ ગયો છે. આગામી શિક્ષણ સત્રથી ત્યાં શુક્રવારની જગ્યાએ રવિવારે જ શાસકીય રજા રહેશે.

આ વિશે લક્ષદ્વીપ શિક્ષણ વિભાગે એક નવુ કેલેન્ડર જારી કર્યુ છે જેમાં શુક્રવારે સ્કુલ ચાલુ હશે તો રવિવારે સ્કુલની રજા જાહેર કરી દેવાઈ છે. ૬ દાયકાથી ચાલી રહેલા જૂના વિશેષાધિકાર આ ર્નિણયથી સમાપ્ત થઈ ગયા છે. આ મામલે માનવામાં આવી રહ્યુ છે કે સંસાધનોનો વધારેથી વધારે ઉપયોગ થાય અને બાળકોને શીખવાની પ્રક્રિયાની આવશ્યક યોજના બને, તેથી સ્કુલના સમય અને નિયમિત સ્કુલ ગતિવિધિઓને સંશોધિત કર્યા છે.

આ પરિવર્તન લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ્લ પટેલના આદેશથી થયો જે વડાપ્રધાન મોદીના ખાસ ગણાવાય છે. ૨૦૧૦માં જ્યારે ગુજરાતના તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહને જેલ જવુ પડ્યુ હતુ તો સીએમ નરેન્દ્ર મોદીએ તેમની જગ્યા પ્રફુલ પટેલને ગૃહ મંત્રાલય સોંપ્યુ હતુ. કેન્દ્રએ ૨૦૧૬માં દમણ અને દીવ તેમન દાદરા અને નગર હવેલીને મળીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો ર્નિણય લીધો હતો, ત્યારે પટેલને જ ત્યાંના સંચાલક નિયુક્ત કરવામાં આવ્યા હતા.

લક્ષદ્વીપમાં શુક્રવારની જગ્યાએ રવિવારે રજા કરવાના આદેશ પર વિરોધ પણ ઉઠવા લાગ્યા છે. લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે કહ્યુ કે જ્યારે ૬ દાયકા પહેલા વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપવા માટે સ્કુલ ખોલ્યા હતા ત્યારે શુક્રવારે પૂરી રજા અને શનિવારે અડધા દિવસની રજા રહેતી હતી પરંતુ હવે એવુ નથી. તેમણે એ પણ કહ્યુ કે આ ર્નિણય સ્કુલોને કોઈ પણ નિકાય, જિલ્લા પંચાયત અથવા સ્થાનિક સાંસદ સાથે ચર્ચા કર્યા વિના લેવામાં આવ્યા છે.

મોહમ્મદ ફૈઝલ શરદ પવારની પાર્ટી એનસીપીથી સાંસદ છે. લક્ષદ્વીપ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અને કાઉન્સલર પીપી અબ્બાસે પણ લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ પટેલના સલાહકારને પત્ર લખીને આ ર્નિણય પર બીજીવાર વિચાર કરવાનુ કહ્યુ છે. વર્તમાનમાં ૭૦-૭૫ હજારની વસતી વાળા આ આઈલેન્ડના અંતર્ગત ૩૬ દ્વીપસમૂહ આવે છે. ૨૦૧૧ની જનગણના અનુસાર લક્ષદ્વીપની વસતી ૬૪,૪૨૯ છે. ૯૩ ટકા જનસંખ્યા જે સ્વદેશી છે.

મુસ્લિમ છે અને તેમાંથી અધિકાંશ સુન્ની સંપ્રદાયના શફી સ્કુલ સાથે સંબંધિત છે. લોકોનો મુખ્ય વ્યવસાય માછલી પકડવી અને નારિયેળની ખેતી કરવાનો છે. અહીં પર્યટન પણ રોજગારનુ મુખ્ય સાધન છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.