Western Times News

Gujarati News

ભારત વિરોધી પ્રચાર કરતી ૨૦ યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ

નવી દિલ્હી, ગૂગલની માલિકીના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે મહત્વની કાર્યવાહી અંતર્ગત ભારતવિરોધી પ્રચાર કરતી ૨૦ યુટ્યુબ ચેનલ્સ પર પ્રતિબંધ મુક્યો છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના આદેશ બાદ યુટ્યુબ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

જાેકે હજુ સરકાર દ્વારા આ કાર્યવાહી અંગેની કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી કરવામાં આવી. આઈટી એક્ટ ૨૦૨૧ અંતર્ગત આ પ્રથમ મોટી કાર્યવાહી થઈ છે. ૨૦ યુટ્યુબ ચેનલ્સ ઉપરાંત ૨ વેબસાઈટ્‌સ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ તમામ ૨૦ યુટ્યુબ ચેનલ્સ પાકિસ્તાનથી સંચાલિત થતી હતી અને ૨ વેબસાઈટ પણ પાકિસ્તાનથી જ ઓપરેટ થતી હતી.

સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા ટેલિકોમ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે આ ચેનલ્સ અને વેબસાઈટની મદદથી પાકિસ્તાનની ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ ભારતવિરોધી પ્રચાર કરતા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે આ ચેનલમાં એક ‘નયા પાકિસ્તાન’ નામની ચેનલ પણ હતી જેના આશરે ૨ મિલિયન સબસ્ક્રાઈબર્સ હતા. તે ચેનલ કૃષિ કાયદા વિરૂદ્ધ અને અયોધ્યાથી લઈને કાશ્મીર અંગે બોગસ સમાચારો ચલાવતી હતી.

નવા આઈટી કાયદા પ્રમાણે પહેલી વખત ઈમરજન્સી સ્થિતિમાં સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ચેનલ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધ મુકવામાં આવ્યો તે પૈકીની ૧૫ ચેનલ્સનું સ્વામીત્વ ‘નયા પાકિસ્તાન’ ગ્રુપ પાસે છે. આ ચેનલ પર પબ્લિશ થયેલા કેટલાક વીડિયો કલમ ૩૭૦, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર તરફ વધી રહેલા તાલિબાની ફાઈટર્સને લઈને હતા. તે વીડિયોના વ્યૂઝ ૩૦ લાખ કરતા પણ વધારે હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.