Western Times News

Gujarati News

મોડર્નાનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન સામે ઝડપથી એન્ટિબોડીઝ વિકસાવશે

નવી દિલ્હી, વિશ્વભરના નિષ્ણાતોને ઓમિક્રોન વેરિએન્ટને લઈને ચિંતા છે. એવું માનવામાં આવે છે કે ઓમિક્રોન વેરિએન્ટને કોઈ વર્તમાન રસીની અસર થતી નથી. જાેકે અમેરિકાના ફાર્માસ્યુટિકલ ઉત્પાદક મોડર્નાએ દાવો કર્યો છે કે તેણે બનાવેલી બુસ્ટર વેક્સિન કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ સામે પણ શાનદાર રીતે કામ કરે છે.

કંપનીનો દાવો છે કે ૫૦ માઇક્રોગ્રામનો બુસ્ટર ડોઝ એન્ટિબોડીઝના સ્તરમાં ૩૭ ગણો વધારો કરે છે, જ્યારે જાે ૧૦૦ માઇક્રોગ્રામનો બુસ્ટર ડોઝ લેવામાં આવે તો તે કોરોના સામે એન્ટિબોડીઝના સ્તરમાં ૮૩ ગણો વધારો કરવામાં સક્ષમ છે. અહેવાલો અનુસાર મોડર્ના કંપનીના સીઈઓ સ્ટીફન બંસેલે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિએન્ટની ચિંતા વચ્ચે કોવિડ ૧૯ સામેના આ બુસ્ટર ડોઝના પરિણામો આશ્ચર્યજનક છે.

તેમણે કહ્યું કે પરીક્ષણ ડેટાએ સાબિત કર્યું છે કે બુસ્ટરના સમગ્ર ડોઝની અસર વધુ હતી. સંપૂર્ણ ડોઝથી એન્ટિબોડીનું સ્તર ૮૩ ગણું વધી ગયું છે. મોડર્નાએ કહ્યું છે કે બીજા અને ત્રીજા અભ્યાસના ડેટામાં જાણવા મળ્યું છે કે બુસ્ટર ડોઝ સંપૂર્ણપણે સલામત છે. આ ડોઝને માનવ શરીર ગ્રહણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. જાેકે, આ અભ્યાસની વૈજ્ઞાનિક સમીક્ષા કરવાની બાકી છે.

કંપનીએ જણાવ્યું હતું કે તે ઓમિક્રોન-સ્પેસિફિક બુસ્ટર ઉમેદવાર વિકસાવવાનું પણ ચાલુ રાખશે જેણે ૨૦૨૨ની શરૂઆતમાં ક્લિનિકલ ટ્રાયલમાં પ્રવેશ કરવો જાેઈએ. મોર્ડનાની કોવિડ રસી મેસેન્જર આરએનએ ટેકનોલોજી પર આધારિત છે. મોર્ડનાએ યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાથે ભાગીદારીમાં આ રસી વિકસાવી છે. મેસેન્જર આરએનએ તકનીકી કોવિડના વાયરસ સામે કોષોને સક્રિય કરીને રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે.

મોર્ડનાની રસી આનુવંશિક સૂચનાઓ પર આધારિત છે જેમાં તે વાયરસની બાહ્ય સપાટી પર સ્પાઇક પ્રોટીન સાથે જાેડાઈને કામ કરે છે. તે વાયરસને માનવ કોષમાં પ્રવેશતા અટકાવે છે. નોંધપાત્ર બાબત એ છે કે, ‘ઓમિક્રોન’ અત્યાર સુધીમાં લગભગ ૯૦ દેશોમાં ફેલાઈ ગયું છે. તે અન્ય વેરિઅન્ટ કરતા વધુ સંક્રામક હોવાનું કહેવાય છે અને રસીની તેના પર કોઈ નોંધપાત્ર અસર નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.