Western Times News

Gujarati News

જન્મના પાંચમા દિવસે જ દીકરીને પીરિયડ્‌સ આવ્યા

ચીન, એક છોકરીનું શરીર જેમ જેમ યુવાવસ્થામાંમાં પગ મૂકે છે, તેમ તેનામાં કેટલાય પ્રકારના પરિવર્તન જાેવા મળે છે. ફિઝિકલી આવનારા પરિવર્તનમાં પીરિયડ્‌સનું આવવું પણ સામેલ છે. છોકરીઓ જ્યારે યુવાવસ્થા કે પ્યૂબર્ટી હિટ કરે છે ત્યારે માસિક આવવું સામાન્ય છે.

પરંતુ ચીનમાં એક એવો મામલો સામે આવ્યો જેણે બધાને આશ્ચર્યમા મૂકી દીધા. ચીનમાં રહેનારી એક મહિલાએ પોતાની પાંચ દિવસની દીકરીને પીરિયડ્‌સ આવ્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરાવી હતી. હા, મહિલાની દીકરી માંત્ર પાંચ દિવસની હતી અને તેના પીરિયડ્‌સ આવી ગયા હતા.

આ ઘટના ૨૦૧૯ની છે. ચીનના જહેજિઆંગ પ્રાંતમાં રહેતી એક મા પાંચ દિવસની નવજાતને લઈને હોસ્પિટલ પહોંચી હતી. મહિલાની દીકરીના પીરિયડ્‌સ આવવા લાગ્યા હતા. જન્મના માત્ર પાંચ દિવસની અંદર દીકરીને બ્લીડ કરતા જાેઈને મહિલા ગભરાઈ ગઈ. તે દોડતી દોડતી હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર્સે બાળકીને જાેઈને તેને નોર્મલ કહી.

હોસ્પિટલના ડોક્ટર્સ મુજબ, આ ગભરાવાની વાત નથી. તમે વિચારી રહ્યા હશો કે પાંચ દિવસની છોકરીને પીરિયડ્‌સ આવવા કઈ રીતે નોર્મલ હોઈ શકે છે? ચાઇના પ્રેસે આ સમાચાર છાપ્યા હતા. પેરેન્ટ્‌સને જ્યારે ડોક્ટર્સે જણાવ્યું કે આ નોર્મલ છે તો એ વખતે તો તેઓ પણ નહોતા સમજી શક્યા.

બાદમાં ડોક્ટર્સે કહ્યું કે તેને  Neonatal Menstruation કહેવાય છે. ચીનના હાંગ્ઝોઉના ફર્સ્‌ટ હોસ્ટિપલમાં કામ કરનારા ડો. વાંગે આ ઘટનાને ડિટેલમાં સમજાવી. તેમણે કહ્યું કે, કેટલીક વાર પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓમાં ભ્રૂણની અંદર એસ્ટ્રોજન ચાલ્યું જાય છે. આ એસ્ટ્રોજન લોહીની જેમ બાળકીની યોનીમાંથી બહાર નીકળે છે.

આવું મોટાભાગની દીકરી ભ્રૂણ સાથે થાય છે. જ્યારે આ એસ્ટ્રોજન નીકળે છે તો લોકો તેને જ પીરિયડ્‌સ સમજી લે છે અને ગભરાઈ જાય છે, પરંતુ ખરેખર તે એક સપ્તાહ સુધી હોય છે. જ્યારે એસ્ટ્રોજન નીકળી જાય છે ત્યાર પછી તે બાળકી બ્લીડ કરવાનું બંધ કરી દે છે. એટલે કે જાે જન્મ બાદ બાળકીના યોનિમાંથી લોહી નીકળે તો તેને જાેઈને ગભરાવવાની જરૂર નથી. આ બિલકુલ નોર્મલ વાત છે. આ વાતની જાણકારી મોટાભાગના વાલીઓને નથી હોતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.