Western Times News

Gujarati News

હરિયાણામાં માતા, પિતા, પુત્રએ ગળફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

જીંદ, હરિયાણાના જીંદના નરવાના ગામના ધનૌરી ગામના એક ઘરમાંથી પિતા, માતા અને પુત્રના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. આ ચોંકાવનારી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ, માહિતી મળતાં જ એસપી નરેન્દ્ર બિજરાનિયા અને એએસપી કુલદીપ સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્રણેયના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.

એસપીએ કહ્યું કે, પોલીસે મૃતકના ભત્રીજા નરેશ પુત્ર બલરાજની ફરિયાદના આધારે આ કેસમાં તપાસ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, મૃતકોની ઓળખ ૪૮ વર્ષીય ઓમ પ્રકાશ, ૪૫ વર્ષીય કમલેશ અને તેમના ૨૦ વર્ષીય પુત્ર સોનુ તરીકે કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે, આત્મહત્યા કરતા પહેલા ત્રણેયએ એક સુસાઈડ નોટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે. જે તપાસીને પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરશે.

મરતા પહેલા ૪૮ વર્ષીય ઓમપ્રકાશ, તેમની ૪૫ વર્ષીય પત્ની કમલેશ અને ૨૦ વર્ષીય પુત્ર સોનુએ પોલીસ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. આ સિવાય સુસાઈડ નોટમાં લખ્યુ છે કે હું, મારા માતા-પિતા હત્યારા નથી. તેમજ નન્હુની હત્યા કોણે કરી તે અમે જાણતા નથી.

બીજી તરફ, સંબંધીઓનું કહેવું છે કે, ગઢી પોલીસ સ્ટેશનના પ્રભારી પવન કુમારે અન્ય જૂથ સાથે મળીને આ પરિવારને ખોટા કેસમાં ફસાવવા માટે એટલો ત્રાસ આપ્યો કે તેઓએ છૂટકારો મેળવવાનું યોગ્ય માન્યું. પોલીસની બર્બરતાથી કંટાળીને જ પોતાનો જીવ આપી દીધો છે.

નોંધનીય છે કે, ૨૧ નવેમ્બરના રોજ મૃતકના પરિવારમાંથી મણિરામ ઉર્ફે નન્હુ નામનો વ્યક્તિ ગુમ થઈ ગયો હતો, જેમાં ગઢી પોલીસે ગુમ વ્યક્તિનો કેસ નોંધ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ૨૯ નવેમ્બરે ગુમ થયેલા મણિરામ ઉર્ફે નન્હુનો મૃતદેહ બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે આ મામલામાં મૃતક મણિરામ ઉર્ફે નન્હુના ભાઈ જ્ઞાની રામના પુત્ર બલબીર નિવાસી ધનૌરીની ફરિયાદ પર અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ, મૃતકના પરિજનોનો આરોપ છે કે, પીડિત પરિવાર પર ગઢી પોલીસ દ્વારા સતત અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે ઔમપ્રકાશ, કમલેશ અને સોનુએ મંગળવારે રાત્રે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. એસપી જીંદે જણાવ્યું કે ધનૌરી ગમ્પના એક જ પરિવારના ત્રણેય સભ્યો ઘરમાં ફાંસી પર લટકેલા મળી આવ્યા હતા. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા હતા.મૃતકોએ ભૂતકાળમાં કોઈ વ્યક્તિની હત્યા કરી હોવાની આશંકા છે. મામલાની અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.