Western Times News

Gujarati News

આ કંપનીએ વિકસાવી ઓમીક્રોન પરીક્ષણ કરતા RT-PCR ટેસ્ટ પધ્ધતિ; તે પણ વાજબી ખર્ચે

નવું ટાટા એમડી ચેક એક્સપ્રેસ RT-PCR ટેસ્ટિંગ સોલ્યુશન ઓમિક્રોન વેરિઅન્ટ માટે પરીક્ષણોમાં વધારાની જરૂરિયાત પૂરી કરશે

વેરિઅન્ટ-પ્રૂફ છે અને ઝડપથી ઉપયોગી છે

દુનિયાભરમાં ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા કોવિડ કેસોમાં વધારો થવાની સાથે ભારતે ઊંચું જોખમ ધરાવતા દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે. તેમનું ફરજિયાત ટેસ્ટિંગ થઈ રહ્યું છે તેમજ અન્ય દેશોમાંથી આવતા પેસેન્જર્સનું રેન્ડમ ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

કેટલાંક રાજ્યોએ સ્થાનિક પેસેન્જર્સ માટે નેગેટિવ કોવિડ ટેસ્ટની જરૂરિયાતો સાથે નિયંત્રણો પણ લાદી દીધા છે. ઉપરાંત ભારતમાં કેટલાંક અભ્યાસો આગામી વર્ષે ફેબ્રુઆરીમાં કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરે છે એટલે આરટી-પીસીઆર કોવિડ ટેસ્ટ માટેની માગમાં અનેકગણો વધારો થવાની અપેક્ષા છે.

આરટી-પીસીઆર ટેસ્ટ વાજબી ખર્ચ ધરાવે છે અને ઝડપથી પરિણામો આપે છે. આ પડકારનો ઝીલવા ટાટા એમડીએ સ્વદેશી ધોરણે કોવિડ ટેસ્ટિંગ સોલ્યુશન વિકસાવ્યું છે, જે ભારતની કોવિડ પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર રીતે વધારશે.

ટાટા એમડી કોવિડ એક્સપ્રેસ આરટી પીસીઆર સોલ્યુશનમાં આ સામેલ છેઃ

1.  ટાટા એમડી ચેક એક્સએફ,3-જિન આરટી-પીસીઆર કિટ છે, જે આરએનએ એક્ષ્ટ્રેક્શન ફ્રી છે તથા પોર્ટેબ્લ અને ઝડપી સંવર્ધન પ્રોટોકોલ સાથે ક્યુપીસીઆર એનાલાઇઝરનો ઝડપથી ઉપયોગ કરવાની સુવિધા ધરાવે છે. આ સોલ્યુશન એક કલાકનો પ્રોસેસિંગ ટાઇમ ધરાવે છે. વળી મશીનદીઠ બેચદીઠ 30 સેમ્પલ પર પ્રક્રિયા કરી શકે છે. 95%+ સેન્સિટિવિટી અને 100% સચોટતા સાથે કિટને આઇસીએમઆરએ માન્યતા આપી છે.

2.  ટાટા એમડી ચેક આરટી-પીસીઆર ફાસ્ટ 3જી એક 3-જિન આરટી-પીસીઆર કિટ છે, જેનો ઉપયોગ ઝડપી સંવર્ધન પ્રોટોકોલ સાથે થશે અને એટલે 90 મિનિટનો પ્રોસેસિંગ ટાઇમ ધરાવે છે. વળી મશીનદીટ બેચદીઠ 90 સેમ્પર પર પ્રક્રિયા કરી શકે છે. કિટનો ઉપયોગ હાલના ક્યુપીસીઆર સાધનોમાં થઈ શકે છે. 100%+ સેન્સિટિવિટી અને 100% સચોટતા સાથે કિટને આઇસીએમઆરએ માન્યતા આપી છે.

આ બંને કિટ 3-જિનનો ઉપયોગ કરે છે, જે વેરિઅન્ટ પ્રૂફ છે.

ઉપરોક્ત સોલ્યુશનનો અન્ય એક મુખ્ય હાઈ થ્રૂપુટ ખાસિયત છે. પોર્ટબ્લ અને ઝડપી ક્યુપીસીઆર એનાલાઇઝર સાથે ટાટા એમડી એક્સએફ પાંચ લાઇનનો ઉપયોગ કરીને 2 કલાકમાં 300થી 400 સેમ્પલ પર પ્રક્રિયા કરી શકે છે. ટાટા એમડી ચેક આરટી-પીસીઆર ફાસ્ટ 3જિન 5 ક્યુપીસીઆર સાધાનો (96 વેલ્સ)નો ઉપયોગ કરે છે, જે 2 કલાકમાં 450 સેમ્પલ પર પ્રક્રિયા કરી શકે છે. જ્યારે હાલ એરપોર્ટ પર ઉપયોગ થતા ઝડપી ટેસ્ટિંગ સોલ્યુશન ઓછી થ્રૂપુટ ક્ષમતા સાથે એક સમયે એક ટેસ્ટ કરે છે અને એમાં ખર્ચ પણ વધારે થાય છે.

ટાટા મેડિકલ એન્ડ ડાઇગ્નોસ્ટિક્સ લિમિટેડના સીઇઓ શ્રી ગિરીશ ક્રિષ્નામૂર્તિએ કહ્યું હતું કે, “ટાટા એમડીમાં અમારો પ્રયાસ સ્વદેશી નવીન મેડિકલ ટેકનોલોજીનો વિકસાવવાનો છે અને અમે કોવિડ પરીક્ષણ માટે કેટલીક નવી ટેકનોલોજીઓ પર કામ કરી રહ્યાં છીએ. આ એક્સપ્રેસ ટેસ્ટિંગ સોલ્યુશન્સ વિવિધ ક્ષેત્રોમાં લાગુ થઈ શકશે, જે એરપોર્ટ અને કાર્યક્રમો જેવી જગ્યાઓમાં ઝડપી, વધારે વોલ્યુમ અને વિશ્વસનિય પરીક્ષણની જરૂર છે.”

નવું ટાટા એમડી ચેક એક્સપ્રેસ પીસીઆર ટેસ્ટિંગ સોલ્યુશન ચાલુ મહિનાની શરૂઆતથી બેંગાલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં પરીક્ષણ સાથે વાસ્તવિક વાતાવરણમાં ઝડપી અને વિશ્વસનિય પરિણામો આપવા સફળ પુરવાર થયું છે.

આ ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટિંગમાંથી પસાર થવાની જરૂરિયાત ધરાવતા ‘ઊંચું જોખમ’ ધરાવતા દેશોમાંથી આવતા મોટી સંખ્યામાં પ્રવાસીઓનું પરીક્ષણ કરવામાં મદદરૂપ પુરવાર થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.