Western Times News

Gujarati News

ઝઘડીયા વિધાનસભા કબ્જે કરવા રાજકીય પક્ષોએ સરપંચો ઉપર દાવ લગાવ્યો

 સરપંચો પક્ષ પલ્ટો કરવાની ફિરાકમાં -નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયા એક સર્વે મુજબ બહાર આવ્યું છે

(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરપંચ-સભ્યોના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો.ગ્રામ પંચાયતની ૮૦.૮૪ ટકાના વિક્રમી મતદાન બાદ સત્તાનું સુકાન કોણ સંભાળશે તે કહેવું શક્ય ન હતું.ભારે ઉત્તેજના અને આશાઓ સાથે નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઈસ્કુલના સાંસ્કૃતિક ભવનમાં મતગણતરી હાથ ધરાઈ હતી.

સરપંચ-સભ્યોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી એક પ્રકારનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.પરિણામ જાહેર થયા બાદ સરપંચ-સભ્યોના ઉમેદવારો અને ત્રણેય રાજકીય પક્ષોના નેતાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળ્યો હતો.

કેટલાક ગામોમાં સરપંચની ચુંટણીઓ પૂર્ણ થયા બાદ ભાઈ-ભાઈ,પરીવારના સભ્યો, ગ્રામજનો અને ત્રણેય રાજકીય પક્ષોના કાર્યકરોની સહિત ગ્રામજનોની એકતામાં પડી તિરાડ પડી છે.જેમાં ભાજપ,કોંગ્રેસ અને બીટીપીના મોટા નેતાઓએ પણ ચુંટણીઓમાં હારનો સ્વાદ ચાખ્યો છે.

જીલ્લા-તાલુકાકક્ષાના પક્ષના જ કાયઁકરો ચુંટણીઓ હારી જતાં ભારે રાજકીય ગરમાટો પ્રસરી જવા માંડ્યો હતો.એક સર્વે મુજબ નેત્રંગ તાલુકામાં ભાજપના ૨૦,કોંગ્રેસ ૮ અને બીટીપીના ૭ સરપંચો ચુંટાયાના અહેવાલ મળ્યા છે.ઝઘડીયા વિધાનસભા કબ્જે કરવા ત્રણેય રાજકીય પક્ષોએ સરપંચો ઉપર દાવ લગાવ્યો હતો.એકંદર કોણ સફળ રહેશે તે આવનાર સમયમાં વિધાનસભાના ચુંટણીના પરીણામ બાદ ખબર પડશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.