Western Times News

Gujarati News

અમદાવાદ બાર એસોસિએશનમાં પ્રમુખ પદ ઉપર જગત ચોકસી બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ બાર એસોસિએશનમાં પ્રમુખ પદ ઉપર જગતભાઈ ચોકસી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન માં રાજેશભાઈ પારેખ પ્રમુખ પદ ઉપર બિનહરીફ ચૂંટાઇ આવતા વકીલ અગ્રણીઓના અભિનંદન!

અમદાવાદ બારમા ઉપ-પ્રમુખ પદ ઉપર વિનોદભાઈ ભટ્ટ સેક્રેટરી પદ ઉપર કલ્પેશભાઈ પટેલ આવ્યા!

માનવી પોતાના મનમાં પોતાના વિશે જેવું વિચારે છે એવો બની જાય છે – સ્વેટમોર્ડન

તસવીર અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ ના ન્યાયસંકુલની છે જ્યાં ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ યોજાઈ હતી જેમાં ડાબી બાજુની ઈનસેટ તસવીર પ્રમુખ પદ ઉપર બિનહરીફ વિજેતા જાહેર થયેલા જગતભાઇ ચોકસીની છે શ્રી જગતભાઈ ચોકસી નો વિનમ્ર, માયાળું સ્વભાવ અને અમદાવાદ બારમા સિદ્ધાંતો માટેની લડાઈમાં અગ્રેસર રહેલા છે

આ જાેતા અમદાવાદ બારના વકીલ સભ્યોએ તેમને અમદાવાદ બારમા બિનહરીફ ચૂટી કાઢીને તેમનું સન્માન કર્યું હોવાનું કહેવાય છે તે ઉપરાંત ઉપપ્રમુખ પદ ઉપર વિનોદ ભટ્ટ સેક્રેટરી પદ ઉપર શ્રી કલ્પેશભાઈ પટેલ ચૂંટાઈ આવેલ છે તેઓ સનિષ્ઠ અને સક્ષમ ધારાશાસ્ત્રી છે એટલુ જ નહીં તેઓ કોંગ્રેસ પક્ષ ના લીગલ સેલ સાથે જાેડાયેલા છે

હાલ માં તેઓ ની નાદુરસ્ત તબિયત ને લઈને સારવાર હેઠળ છે સર્વેને ઉપરોક્ત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે જે અત્રે નોંધનીય છે તેમને ફોજદારી બાર ના પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ ગુપ્તા અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદચંદ્રભાઈ દીક્ષિત તથા જાણીતા એડવોકેટ શ્રી ભાસ્કરભાઈ ભટ્ટે પણ અભિનંદન પાઠવ્યા છે

પરંતુ વિશ્વાસપાત્ર વર્તુળો મારફતે મળેલી માહિતી મુજબ અમદાવાદ બાર માં ચૂંટણી દરમ્યાન કેટલાક ઉમેદવારો એ મત ગણતરી દરમ્યાન થયેલી ગેરરીતિ નો આક્ષેપ કરતાં આ મુદ્દો ટોક ઓફ ધ બાર બન્યો છે કહેવાય છે કે આ અંગે સદરહુ ચૂંટણી ને અદાલત માં પડકારી ફેર ચૂંટણી માટે માગણી કરાય તો નવાઈ નહીં?!

જ્યારે નીચેની તસવીર અમદાવાદ ડિસ્ટ્રિક્ટકોર્ટના ન્યાયસંકુલની છે જ્યાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ ઉપર શ્રી રાજેશભાઈ પારેખ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે ‘વન બાર વન વોટ’ ની રચના થયા પછી શ્રી રાજેશભાઈ પારેખે મતબેંકની બાજી એવી રીતે ગોઠવી છે કે તેઓ ઇચ્છે ત્યારે બાર ના પમુખ બની શકે! પરંતુ તેમની એક મજબૂરી એ છે કે તેમને જે જ્ઞાતિ યુક્ત સમીકરણો ગોઠવ્યા છે તેમાં તેમને બીજાને પણ તક આપવી પડે છે?!

પરંતુ આ વખતે તેઓ પ્રમુખ પદ ઉપર બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે એ એમની આગવી સિદ્ધિ છે આ ઉપરાંત અમદાવાદ ડીસ્ટ્રીક કોર્ટ બારમાં ઉપપ્રમુખ પદ ઉપર શ્રી રાજેશભાઈ ચૌહાણ સેક્રેટરી પદ પર શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, જાેઇન્ટ સેક્રેટરી પદ ઉપર શ્રી લગધીરભાઈ દેસાઈ,

લાઈબ્રેરી સેક્રેટરી પદ ઉપર શ્રી કેવલભાઈ ત્રિવેદી, ખજાનચી પદ ઉપર તથા એલઆરપર ભાવિકાબેન રાઠોડ ચૂંટાઈ આવ્યા છે તેમને ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી પરેશભાઈ વાઘેલા એ ફોજદારી કોર્ટ બાર ના પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ ગુપ્તાએ તથા અમદાવાદ ડીસ્ટ્રીક કોર્ટ બાર ના પૂર્વ પ્રમુખ શ્રી સી.એમ વ્યાસે હાર્દિક અભિનંદન પાઠવ્યા છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘‘મસ્તક ઉન્નત વિચારોથી ભરી દો સર્વોચ્ચ આદર્શ તમારી દૃષ્ટિ સમક્ષ રાખો મહાન વિચારમાંથી જ મહાન કાર્ય જન્મે છે”!! જ્યારે સ્વેટ મોર્ડન નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘માનવી પોતાના મનમાં પોતાના વિશે જે વિચારે છે એવો જ એ બની જાય છે”!!

અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ માં કાર્યરત અમદાવાદ બાર અને અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટ બારની ચૂંટણી તારીખ ૧૭.૧૨.૨૦૨૧ ના રોજ યોજાઈ ગઈ બંને બારમા પ્રમુખ પદ ઉપર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જે અત્રે નોંધનીય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.