Western Times News

Gujarati News

ટાટા સ્ટડીએ માર્કેટિંગ અભિયાન ‘પઢને કા સહી તરીકા’ના  પ્રારંભની જાહેરાત કરી

મુંબઈ, ટાટા ઇન્ડસ્ટ્રીઝનું ડિવિઝન ટાટા ક્લાસએજ (ટીસીઇ)એ ટાટા સ્ટડી સાથે સંબંધિત એનું માર્કેટિંગ અભિયાન ‘પઢને કા સહી તરીકા’ શરૂ કર્યું છે. વર્ષ 2021ની શરૂઆતમાં પહેલીવાર પ્રસ્તુત થયેલી ટાટા સ્ટડી આફ્ટર-સ્કૂલ લર્નિંગ એપ છે, જે અભ્યાસના વિજ્ઞાનના સિદ્ધાંતો અનુરૂપ ડિઝાઇન કરવામાં આવી છે – જે ન્યૂરોસાયન્સ, સાઇકોલોજી અને કોગ્નિટિવ સાયન્સમાંથી સંશોધનનો સમન્વય ધરાવતો મિશ્ર અભિગમ છે.

ટાટા સ્ટડી પ્રસ્તુત થયા પછી અત્યાર સુધી એની ડિઝાઇન, કન્ટેન્ટ અને આ એપની વિશિષ્ટ ખાસિયત સ્ટડી પ્લાનર માટે વિદ્યાર્થીઓ અને માતાપિતાઓની પ્રશંસા મળી છે. સ્ટડી પ્લાનર વિદ્યાર્થીઓને અભ્યાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરવા અને તેમની સુવિધા મુજબ તેમના અભ્યાસનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે.

આ પહેલને સફળતા મળ્યાં પછી ટાટા સ્ટડીએ હવે મલ્ટિચેનલ માર્કેટિંગ અભિયાન દ્વારા એના વિશે જાગૃતિ લાવવા અને પહોંચ વધારવાની યોજના બનાવી છે.

‘પઢને કા સહી તરીકા’ અભિયાન અભ્યાસની સાચી રીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે – જેનો અર્થ એ છે કે, વિદ્યાર્થી અસરકારક રીતે અભ્યાસ કરવા યોજના બનાવે તથા સતત પુનરાવર્તન અને પ્રેક્ટિસ સાથે આ યોજનાને અનુસરે. અભિયાન માતાપિતાઓ તેમના બાળકોના અભ્યાસમાં કેવી રીતે રોકાણ કરે છે એમાંથી પ્રાપ્ત ઉપયોગી સૂચનો પર આધારિત છે.

પોતાના બાળકની સફળતા સુનિશ્ચિત કરવા માતાપિતાઓ અતિ તણાવમાંથી પસાર થઈ રહ્યાં છે અને એનું દબાણ છેવટે બાળકો અનુભવી રહ્યાં છે. સાચી સફળતા અસરકારક આયોજનથી મળે છે, નહીં કે દબાણથી.

આ ઉપયોગી જાણકારી સાથે ‘પ્રેશર નહીં, પ્લાન’ના વિચારે આકાર લીધો હતો. શ્રેણીબદ્ધ ફિલ્મો દ્વારા અભિયાન એ મુદ્દા પર ધ્યાન દોરે છે કે, પોતાના અભ્યાસનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓને વધારે સજ્જ થવામાં મદદ મળશે, ચિંતા ટળી જશે અને પરીક્ષાઓમાં તેઓ સારું પ્રદર્શન કરશે. અભિયાન મુલેન ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે.

મુલેન લિન્ટાસ સાથે જોડાણ પર ટાટા ક્લાસએજના બી2સીના ચીફ સચિન તોર્ણેએ કહ્યું હતું કે, “ટાટા સ્ટડી ‘અભ્યાસના વિજ્ઞાન’ના સિદ્ધાંતો પર આધારિત એજ્યુકેશન પ્રોડક્ટ છે. અમે ઇચ્છીએ છીએ કે, બાળકો તેમના અભ્યાસનું આયોજન કરે અને સમજણમાંથી શીખે,

જેથી તેઓ વાસ્તવિક જીવનમાં તેમના શિક્ષણનો ઉપયોગ કરી શકે. કોઈ પણ એક્ટિવિટીનું આયોજન દબાણ ઘટાડવામાં મદદરૂપ થશે અને આ જ વાત અભ્યાસ માટે પણ સાચી છે. ટાટા સ્ટડી દ્વારા અમે વિદ્યાર્થીઓમાં સારી રીતે શિક્ષણ મેળવવાની આદતો કેળવાય એવું ઇચ્છીએ છીએ.

એકવાર બાળક કેવી રીતે શીખવું એ સમજી જશે પછી આ કુશળતા તેમની સાથે આજીવન જોડાયેલી રહેશે. લિન્ટાસે અમને એડટેક સેગમેન્ટની એની જાણકારી અને અમારી મૂલ્ય સંવર્ધિત ખાસિયતની સચોટ સમજણને રચનાત્મક રીતે રજૂ કરવાની શૈલીથી પ્રભાવિત કર્યા હતા. અમે ટાટા સ્ટડી માટે અમારા બ્રાન્ડ પાર્ટનર તરીકે લિન્ટાસને આવકારીએ છીએ.”

આ જોડાણ પર મુલેન લિન્ટાસના ચીફ ક્રિએટિવ ઓફિસર્સ એઝાઝુલ હક અને ગરિમા ખંડેલવાલે કહ્યું હતું કે, “આ કેટેગરીમાં અનેક બ્રાન્ડ કાર્યરત છે, જેથી અસાધારણ કે પથપ્રદર્શક કામગીરી ઊભી કરવાનો વિચાર હતો, જે માતાપિતાઓ અને બાળકો બંને માટે ઉપયોગી અને પ્રસ્તુત હોય.

માતાપિતાઓ બાળકો પર અજાણતા કેવી રીતે દબાણ લાવે છે, ખાસ કરીને પરીક્ષાના સમયે એની સાથે સંબંધિત જાણકારી નવી હતી અને એનાથી અમને માતાપિતાઓ સાથે જોડી શકાય એવી સ્ટોરી કહેવાની તક મળી હતી. ‘પ્રેશર નહીં, પ્લાન’નો વિચાર ટાટા સ્ટડી માટે મુખ્ય વિશિષ્ટ ફાયદારૂપ છે, જે વિદ્યાર્થીના પરીક્ષાના સમયે છેલ્લી ઘડીના તણાવને દૂર કરવા યોજના બનાવવામાં મદદરૂપ છે, જે અભિયાનનું હાર્દ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.