Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ભાજપને ઝટકો, હરક સિંહ રાવત અને ઉમેશ શર્માએ આપ્યું રાજીનામું

દહેરાદુન, ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીનો દિવસ નજીક આવી રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. શુક્રવારે ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી હરક સિંહ રાવત અને ભાજપનાં ધારાસભ્ય ઉમેશ શર્મા કાઉએ રાજીનામું આપી દીધું હતું.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, હરક સિંહ રાવતે કેબિનેટની બેઠક અધવચ્ચે છોડી દીધી હતી અને બાદમાં તેમના રાજીનામાનાં સમાચાર આવ્યા હતા. હરક સિંહ રાવતનાં રાજીનામાનાં સમાચારની સાથે જ ઉમેશ શર્મા કાઉએ ભાજપનાં ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હોવાના સમાચાર પણ છે. મળતી માહિતી મુજબ શુક્રવારે ઉત્તરાખંડ સરકારની કેબિનેટની બેઠક ચાલી રહી હતી.

સુત્રોનાં જણાવ્યા અનુસાર, હરક સિંહ રાવતે આ મીટિંગની વચ્ચે જ પોતાનું રાજીનામું સુપરત કર્યું અને તેઓ મીટિંગને અધવચ્ચે છોડીને બહાર આવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, કોટદ્વારને મેડિકલ કોલેજ ન મળવાથી તે નારાજ હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું છે.

અહીં હરક સિંહ રાવતનાં રાજીનામાની સાથે ભાજપ ધારાસભ્ય ઉમેશ શર્મા કાઉએ પણ રાજીનામું આપી દીધું છે. આપને જણાવી દઈએ કે, કોટદ્વારનાં ધારાસભ્ય હરક સિંહ રાવતે અગાઉ ઘણા મંચ પરથી ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા હરક સિંહ રાવતે કહ્યું હતું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ થઈને કોટદ્વારમાં ભાજપનાં શૈલેન્દ્ર સિંહ રાવત કોંગ્રેસમાં જાેડાયા છે. આવી સ્થિતિમાં હરકસિંહ રાવતે કેબિનેટ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે અને કોટદ્વારની બેઠક ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સામે કોટદ્વાર બેઠક માટે નવો ચહેરો શોધવો એ મોટી વાત બની રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.