Western Times News

Gujarati News

સુરતની સિવિલ હોસ્પિટલમાં ૧ હજાર બેડ તૈયાર કરાયા

પ્રતિકાત્મક

સુરત, રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં દૈનિક કેસમાં વધારો થઇ રહ્યો છે. જે કેસનો આંક પહેલા ૧૦૦ ની અંદર આવતો હતો તે હવે વધતા સરકાર અને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે. વળી બીજી તરફ સુરતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ થઇ રહી છે.

ડાયમંડ સિટી સુરતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે વળી ત્રીજી લહેરની સંભાવતાને ધ્યાનમાં રાખતા શહેરની સિવિલ હોસ્પિટલમાં ૧ હજાર બેડ તૈયાર કરાયા હોવાનુ કહેવાઇ રહ્યુ છે. અહી ૧૨૦ બેડનો આઇસીયુ વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલની સ્ટીમસેલ બિંલ્ડિંગમાં આ તમામ સામગ્રી ગોઠવવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલનાં ૧૦ માળ ઉપર બેડ સહિત સાધન સામાગ્રીઓને યોગ્ય રૂતી ગોઠવવામાં આવ્યુ હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં ૬૫૦ થી વધુ વેન્ટિલેટરનો સ્ટોક ગોઠવવામાં આવ્યા છે. વળી અહી બગડેલા વેન્ટિલેટરનું રિપેરિંગ પણ શરૂ કરાયું છે. સુત્રોની વાત માનીએ તો સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ વેન્ટિલેટર જુદા જુદા વોર્ડમાં કાર્યરત છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.