Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડ કોરોના પોઝિટીવ

મુંબઇ, ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર દેખાઈ રહ્યો છે. એક બાજૂ જ્યાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટીવ આવ્યા છે અને તેમને કલકત્તાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, તો બીજી બાજૂ મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી પણ તેની ચપેટમાં આવી ગયા છે. વર્ષા ગાયકવાડ કોરોના પોઝિટીવ આવ્યા છે. તેમણે સોમવારે વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ ભાગ લીધો હતો.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા એકનાથ ગાયકવાડ પણ કોરોના સંક્રિમિત થયા છે. તેમણે ટ્‌વીટ કરીને આ જાણકારી આપી છે. વર્ષા એકનાથે જણાવ્યું હતું કે હળવા લક્ષણો પછી મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ વિધાનસભાની કાર્યવાહીમાં હાજર પણ રહ્યા હતા.

ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૭૫,૪૫૬ થઈ ગઈ છે. જ્યારે કુલ રિકવરી રેટ ૯૮.૪૦ ટકા છે. દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.