Western Times News

Gujarati News

પટના: ભાજપ કાર્યાલયની બહાર એકઠા થયેલા વોર્ડ સેક્રેટરીઓ પર પોલીસનો લાઠીચાર્જ

પટણા, બિહારની રાજધાની પટનામાં વોર્ડ સેક્રેટરીઓ પોતાની માંગણીઓને લઇને ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પોલીસે અહીં વિરોધ કરી રહેલા વોર્ડ સેક્રેટરીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને વોટર કેનનનો મારો પણ ચલાવ્યો હતો. આ ઘટનાને લઇને રાજધાનીમાં તંગદિલી પ્રસરી ગઇ હતી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હોવાની માહિતી પણ સામે આવી છે.

મળતી માહિતી મુજબ વોર્ડ સેક્રેટરી યુનિયનના સભ્યો છેલ્લા ૧૪ દિવસથી ધરણા કરી રહયા હતા. ૧૪મા દિવસે તેઓ ગર્દનીબાગથી ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. અને અહીં કાર્યાલયને ઘેરી બેઠા હતા. વોર્ડ સેક્રેટરી માંગ કરી રહયા હતા કે સરકારમાંથી કોઇ અમને મળશે, તો જ અમે અહીંથી ઉભા થઇશું. વોર્ડ સેક્રેટરીઓ લાંબા સમયથી પગાર ન મળવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

વોર્ડ સેક્રેટરીઓનું કહેવું છે કે અમને માનદ વેતન આપ્યા વગર પાંચ વર્ષ સુધી કામ કરાવવામાં આવી રહ્યું છે. તેઓ કહે છે કે નિશ્ચય યોજના હેઠળ મેરિટના આધારે અમારી પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી એક પણ રૂપિયો પગાર મળ્યો નથી.

ભાજપના ધારાસભ્ય મુરારી મોહન ઝા પણ શનિવારે ગર્દનીબાગમાં વોર્ડ સચિવોના વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. બીજી તરફ વોર્ડ સચિવોના આ પ્રદર્શનમાં રાજકીય હસ્તક્ષેપ પણ શરૂ થયો છે. તાજેતરમાં જ આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને લોકજનશકિત પાર્ટીના પ્રમુખ ચિરાવ પાસવાન પણ ગર્દનીબાગમાં વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. તેજસ્વી યાદવે વોર્ડ સચિવોને ખાતરી આપી હતી કે આરજેડી તેમની લડાઇમાં તેમનુેં સમર્થન કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.