Western Times News

Gujarati News

સ્પેસ એજન્સી નાસા હવે પૂજારીની ભરતી કરી રહ્યું છે

નવી દિલ્હી, પૃથ્વી પરના લોકો હંમેશાં બીજી દુનિયા અને ત્યાં રહેતા એલિયન્સ સાથે સંકળાયેલા રહસ્યો વિશે જાણવા ઉત્સુક હોય છે. આ રહસ્ય જાણવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ હવે વિજ્ઞાન તેમજ પૂજારીઓની મદદ લેવાનો ર્નિણય લીધો છે. નાસા હવે એલિયન્સનો સંપર્ક કરવા માટે પૂજાકીઓની ભરતી કરી રહ્યું છે. નાસા એલિયન્સનો સંપર્ક કરવા માટે ખૂબ ગંભીર છે અને તેના માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

આ કિસ્સામાં નાસા વૈજ્ઞાનિક મિશનની સાથે ધર્મશાસ્ત્રીઓની મદદ લેશે. નાસા એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે વિશ્વના વિવિધ ધર્મોમાં એલિયન્સ વિશે પૃથ્વીના પ્રાણીઓની વિચારધારા શું છે. કહેવામાં આવે છે કે આ ટીમમાં વિવિધ ધર્મોના પૂજારીઓ શામેલ છે. એ સાંભળીને થોડું વિચિત્ર લાગી શકે છે કે નાસા તેના એલિયન હન્ટિંગ મિશનનો ભાગ ૨૪ ધર્મશાસ્ત્રીઓને બનાવી રહ્યું છે.

કોલિન્સ ડિક્શનરી અનુસાર, ધર્મશાસ્ત્રીઓ એવા લોકો છે જે ભગવાન, ધર્મ અને ધાર્મિક માન્યતાઓનો અભ્યાસ કરે છે. જાણીતા બ્રિટિશ પાદરી ડો. એન્ડ્રૂ ડેવિસન પણ ટીમનો ભાગ રહ્યા છે. તેમણે બાયોકેમિસ્ટ્રીમાં ડોક્ટરેટનો અભ્યાસ પણ કર્યો છે.

ડેઇલી સ્ટારે અહેવાલ આપ્યો હતો કે, યુરોપિયન સ્પેસ એજન્સી રોસિલેન્ડ ફ્રેન્કલિન રોવર આવતા વર્ષથી મંગળની સપાટી પર ડ્રિલિંગ શરૂ કરશે અને ત્યાં અશ્મિઓ શોધી કાઢશે. રેવ ડો. ડેવિસનનું પુસ્તક, એસ્ટ્રોબાયોલોજી એન્ડ ક્રિશ્ચિયન ડોક્ટ્રિનમાં પ્રશ્ન કર્યો છે કે શું ભગવાન બ્રહ્માંડમાં બીજે ક્યાંક જીવન બનાવી શકતા હતા.

તેઓએ એ પણ ચર્ચા કરી છે કે જ્યારે આકાશગંગામાં બ્રહ્માંડમાં ૧૦૦ અબજથી વધુ તારાઓ અને સેંકડો અબજ આકાશગંગાઓ હોય છે ત્યારે જીવન પૃથ્વી સિવાય બીજે ક્યાંય કેમ ન હોઈ શકે. આ બાબતોના આધારે જ નાસા હવે એલિયન્સની શોધ અને સંપર્ક કરવાના મિશનમાં વ્યસ્ત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.