Western Times News

Gujarati News

જર્મની, નેધરલેન્ડ્‌સ અને બેલ્જિયમ એકબીજાની અડોઅડ

નવી દિલ્હી, જાે તમે ક્યારેય ભારતના ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રમાં ગયા હશો તો તમે ભારત-પાકિસ્તાનની બોર્ડર જરૂર જાેઈ હશે. કાંટાળા તાર, ચુસ્ત સુરક્ષા, અનેક સુરક્ષાકર્મીઓ આ ક્ષેત્રની સુરક્ષા માટે દિવસ-રાત કાર્યરત હોય છે. ભારત-પાકિસ્તાન સરહદ વિશ્વની સૌથી તણાવપૂર્ણ સરહદોમાંથી એક છે. પરંતુ વિશ્વમાં કેટલીક એવી પણ સરહદો છે જ્યાં કોઈપણ પ્રકારના તણાવની ગેરહાજરી છે. જેના કારણે આ સરહદો સરળતાથી પાર કરી શકાય છે.

આજે અમે તમને આવી જ એક બોર્ડર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, પરંતુ રસપ્રદ અને અનોખી વાત એ છે કે આ જગ્યા પર ૨ નહીં, પરંતુ ૩ દેશો મળે છે. જર્મની, નેધરલેન્ડ્‌સ અને બેલ્જિયમ એકબીજાની અડોઅડ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમની સરહદો ભારત-પાકિસ્તાન જેવી તણાવભરી પરિસ્થિતિમાં નથી. આ દેશોની સરહદો સરળતાથી ઓળંગી શકાય છે. પરંતુ આ ત્રણ દેશોની વચ્ચે એક એવી જગ્યા છે જ્યાં તે એકબીજાને મળે છે.

તમે વિચારતા હશો કે આ ચોક્કસપણે સુરક્ષાથી ઘેરાયેલું કોઈ સ્થાન હશે જ્યાં તાર નાખવામાં આવ્યા હશે અથવા સુરક્ષા દળો તૈનાત હશે, પરંતુ એવું બિલકુલ નથી. નેધરલેન્ડના લિમ્બર્ગ પ્રાંતમાં, વાલ્સ નામનું એક નાનું શહેર છે. આમ તો એ તેની સુંદરતા માટે જાણીતું છે, પરંતુ આ શહેરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં નેધરલેન્ડ, જર્મની અને બેલ્જિયમની સરહદો મળે છે. ૩૨૩ મીટરની ઉંચાઈ પર આવેલું, તે નેધરલેન્ડનું સૌથી ઊંચું સ્થાન છે.

અહીંની સરહદ સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે જ્યાં ઘણા લોકો ફરવા આવે છે. આ જગ્યાની વચ્ચે એક ધારદાર પથ્થર છે, જેની એક તરફ દ્ગ લખેલું છે, એક બાજુ મ્ લખેલું છે જે બેલ્જિયમ દર્શાવે છે અને એક બાજુ ય્ લખેલું છે જેનો અર્થ જર્મની છે. અહીં લોકો એક પગલું ઓળંગીને એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી શકે છે અને તેમને પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી.

આશ્ચર્યની વાત એ છે કે અહીં બોર્ડર માત્ર જમીન પરની રેખાઓ છે જે દર્શાવે છે કે કઈ બાજુ કયો દેશ છે. તમને જણાવી દઈએ કે યુરોપિયન યુનિયનમાં આવતા તમામ દેશોએ ઓપન બોર્ડર પોલિસી અપનાવી છે, જેના હેઠળ લોકો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.