Western Times News

Gujarati News

સુશાસન સપ્તાહ અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો કાર્યક્રમ ધોળકા ખાતે યોજાયો

” જનભાગીદારીથી સુશાસનનો પાયો મજબૂત થાય છે”- સાસંદ શ્રી ડો કિરીટભાઇ સોલંકી

” પ્રજા અને શાસક વચ્ચે સીધો સંબંધ એટલે સુશાસનની સફળતા”- શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના સપનાઓને ચરિતાર્થ કરવા માટે તેમના જન્મદિવસને  વર્ષ ૨૦૧૪ થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જે અંતર્ગત ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહમા રાજય સરકારના જુદા જુદા વિભાગોના નવા પ્રકલ્પો,લોક કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના લાભ,મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવે છે.

સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ ધોળકા ખાતે કૃષિ, ખેડૂત અને કલ્યાણ વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી ડો કિરીટભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે

ત્યારે સ્વરાજ મહાત્મા ગાંધીજીએ અપાવ્યું અને ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવાનું ૨૦૧૪ થી શરું કરવામાં આવ્યું છે. અત્યારે ભારત દેશની દિશા અને દશા સુશાસન થકી બદલાઈ છે

જેમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના કાર્યોમાં જનભાગીદારીથી લોકોને જોડયા છે.૧૯૪૭ થી ૨૦૧૪ સુધીનો ભારત દેશની શાસન વ્યવસ્થાનો ઈતિહાસ અલગ છે.જનધન યોજના દ્રારા લાભાર્થીઓને સીધી સહાય મળતી થઈ છે.જેમા મહિલાઓની ભાગીદારી પણ વધી છે. ગુજરાતમાં સુશાસનની સુવ્યવસ્થાના ભાગરૂપે વિકાસની ગતિ તીવ્ર ગતિએ આગળ વધી રહી છે.જે સુશાસનનો ઉત્તમ નમૂનો છે.અને સમગ્ર દેશમાં ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે.

કિસાનો,પીડિતો, શોષિત વર્ગ,અને  વંચિતોના વિકાસ માટે રચાયેલી સરકારના સુશાસનના આયામો થકી અનેક યોજનાઓ અમલમાં છે એમ જણાવતાં સાંસદશ્રી ડો કિરીટભાઇ સોલંકી એ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે.

અનેક સહાયકીય યોજનાઓમાં કૃષિ, પશુપાલન,ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપીને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય અવિરતપણે ચાલુ છે.કોઈપણ કાર્યમા માત્ર સરકાર નહી પણ  જ્યાં સુધી જનભાગીદારી ન જોડાઈ ત્યાં સુધી નક્કર પરિણામો મળતા નથી એટલે જ સૌનો સાથ સૌનો વિકાસ અને હવે તેમાં સૌનો વિશ્વાસ અને પ્રયાસ જરૂરી છે.

વિશેષ ઉપસ્થિત રહેલા પૂર્વ શિક્ષણ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સુશાસન સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં દરેક વિભાગને સાંકળી લેવામાં આવેલા છે. કેન્દ્રના અને રાજયના સહિયારા પ્રયાસોથી આજે ખરા અર્થમાં દેશમાં સુશાસન જોવા મળી રહ્યું છે.

નવા પ્રકલ્પોથી અનેક સહાયતા લોકોને મળી રહી છે.પ્રજા અને શાસક વચ્ચે સીધો સંબંધ બંધાયો છે.આજે ફરિયાદ નહી પણ ઉકેલ લાવવામા આવે છે જે ખરા અર્થમાં સુશાસનનો ઉદ્દેશ સિદ્ધ કરે છે. ખેડૂત એ જગતનો તાત છે તેથી ખેડૂતોની વિશેષ ચિંતા કરીને તેમની આવક ડબલ થાય અને ખેત ઉત્પાદન વધે તથા નફો અગાઉના વર્ષ કરતાં વધુ મળે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.

પરંપરાગત રીતે ખેતી કરતાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને કેમિકલયુક્ત ખેતીમાથી મુક્ત થાય તેવી અપીલ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુશાસન સપ્તાહ દરમિયાન અમદાવાદ જીલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા અંદાજીત કુલ ૨૪૯/- થી લાભાર્થીઓને રૂ.૧૫૦.૦૦/- લાખના પૂર્વ મંજૂરી પત્રો, ચૂકવણા હુકમ, બાગાયત વિભાગ દ્રારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિનામૂલ્યે છત્રી વિતરણ, આત્મા વિભાગ દ્વારા દેશી ગાય ધરાવતા તથા પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને બેસ્ટ ફાર્મર એવોર્ડ

તથા પશુપાલન વિભાગ દ્વારા જીલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ યોજના અંતર્ગત કુલ ૨૦ પશુપાલકોને એવોર્ડ તથા વિવિધ સહાયકીય યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાય ચેક તથા હુકમ વિતરણ પત્ર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્રારા કાંટાળા તારની વાડ  અને મત્સ્યપાલન દ્રારા પગડિયા કીટનુ વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાણંદ ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ,ધોળકા પ્રાંત અધિકારીશ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી,જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક શ્રી જે.આર.પટેલ,નાયબ પશુપાલન નિયામક ડો.એસ.બી ઉપાધ્યાય, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત એગ્રોના પદાધિકારીઓ અધિકારીઓ અને  પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. – મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.