Western Times News

Gujarati News

અમદાવાદમાં દિવ્ય ભાસ્કર દ્વારા રિયલ એસ્ટેટના બિલ્ડરોને એવોર્ડ્સ એનાયત કરાયા

મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને  કૌશલ્ય વિકાસ ,શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રીજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિ- રિયલ એસ્ટેટના વિવિધ લોકોનું મંત્રીશ્રીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું

આજે અમદાવાદ માં હોટલ મેરિયટ ના આલિશાન હોલ ખાતે  દિવ્ય ભાસ્કર દ્વારા રિયલ એસ્ટેટ આઇકોન – ૨૦૨૧ એવોર્ડનો કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમ માં મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે, આજે ભારત દેશ એ નિરંતર ગતિએ વિકાસ સાધી રહ્યું છે અને   વિશ્વ ગુરુ બનવા  તરફ આગળ વધી રહ્યું છે…..

એમણે કહ્યું કે ,ભારત દેશને એવા વડાપ્રધાન મળ્યા છે કે જેઓ દેશની પ્રગતિ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે..

મંત્રીશ્રીએ જણાવ્યું કે,કોઈ પણ કાર્ય કરવા માટે મહેનત ખૂબ જ જરૂરી છે.અથાગ પરિશ્રમ અને મહેનત થી તમે કોઈ પણ કાર્ય પાર પાડી સકો છો.

આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર શ્રી ગૌર ગોપાલ દાસજી,આઈએસ શ્રી ડી.પી.જોશી દિવ્ય ભાસ્કર ના સીઈઓ શ્રી સંજય ચૌહાણ ,  વગરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.