Western Times News

Gujarati News

રીક્ષાચાલકોની હડતાલથી પ્રવાસીઓ રઝળી પડ્યા

 

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ (Transport Minister Nitin Gadkari) તાજેતરમાં જ ટ્રાફિકના નવા નિયમો (New Traffic rules) જાહેર કરી તેનુ દેશભરમાં અમલ કરવાની તાકિદ કરી છે જાકે કેટલાક રાજયોએ તેનો વિરોધ કર્યો છે ગુજરાત સરકારે દંડનીય રકમમાં ઘટાડો કરવા (Gujarat Government) સાથે તેનો અમલ એક મહિના પછી કરવાની જાહેરાત કરી હતી પરંતુ શહેરમાં તેનો વિરોધ થઈ રહયો છે. દંડનીય રકમમાં અસહ્ય વધારો થવાથી અમદાવાદ રીક્ષા ચાલક એસોસીએશને (Ahmedabad Rickshaw Owners Association one day Strike) ઉગ્ર વિરોધ નોંધાવી હડતાલનું શસ્ત્ર ઉગામયું છે અને આજે સવારથી જ રીક્ષાચાલકોની હડતાલના પગલે સંખ્યાબંધ પ્રવાસીઓ રઝળી પડયા હતાં જાેકે રીક્ષા યુનિયનમાં ભાગલા પડી જવાથી કેટલાક એસોસીએશને હડતાલમાં નહી જાડાવાનો નિર્ણય કર્યો છે પરિણામે રીક્ષા ચાલકોની હડતાલને મિશ્ર પ્રતિસાદ જાવા મળી રહયો છે.

સ્કુલ રીક્ષાચાલકો પણ હડતાલમાં જાડાયા નથી જાકે રેલવે સ્ટેશન Kalupur Railway Statition તથા એસ.ટી. સ્ટેન્ડો (S. T.Stand Gita Mandir) પર રીક્ષા ચાલકોની હડતાલની અસર જાવા મળી રહી છે  આ પરિસ્થિતિનો  કેટલાક વાહનચાલકો ગેરલાભ ઉઠાવી પ્રવાસીઓ પાસેથી વધુ ભાડુ વસુલ કરતા જાવા મળ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ કરવા માટે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાકિદ કરવામાં આવી છે. જાકે પશ્ચિમ બંગાળ સહિતના રાજયોએ આ નવા નિયમોનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકારે પણ આ નિયમોનો અમલ અટકાવ્યો હતો અને આરટીઓના અધિકારીઓ સાથે તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી નવા નિયમોમાં જરૂરી સુધારા વધારા કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી તબક્કા વાર બેઠકો બાદ રાજય સરકારે કેન્દ્ર સરકારે સુચવેલી દંડની રકમમાં ઘટાડો કર્યો હતો અને તેની જાહેરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી.

રાજય સરકારે દંડની રકમ ઘટાડવા છતાં વાહનચાલકોમાં નવા નિયમોને લઈ ભારે રોષ જાવા મળી રહયો છે અને ઠેરઠેર નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહયો છે ટ્રાન્સપોર્ટ એસોસીએશન Transport Association દ્વારા વિરોધ કરાયા બાદ હવે રીક્ષાચાલક યુનિયનોએ પણ નવા નિયમોનો વિરોધ કર્યો છે.આ અંગે સરકારમાં રજુઆતો કરવા છતાં ટ્રાફિક નિયમોનો અમલ યથાવત રાખવામાં આવતા આખરે છેલ્લા કેટલાક દિવસોથી રીક્ષાચાલક એસોસીએશનના આગેવાનોની બેઠકો યોજાઈ હતી અને આ બેઠકમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારના નવા ટ્રાફિક નિયમના વિરોધમાં રીક્ષાચાલક એસોસીએશને હડતાલનું શસ્ત્ર ઉગામયું હતું આજે તા.૩જી ના રોજ હડતાલ પાડવાનો નિર્ણય લેવાયો હતો. રીક્ષાચાલક એસોસીએશન દ્વારા આપવામાં આવેલા હડતાલના એલાનમાં મોટાભાગના એસોસીએશનોએ પ્રારંભમાં ટેકો જાહેર કર્યો હતો પરંતુ આજે સવારે કેટલાક  સોસીએશનોએ હડતાલનો વિરોધ નોધાવ્યો હતો.

રીક્ષાચાલકોની હડતાલમાં કેટલાક એસોસીએશનો નહી જાડાતા શહેરના કેટલાક વિસ્તારોમાં રીક્ષાઓ ફરતી જાવા મળતી હતી ખાસ કરીને સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં અજંપાભરી સ્થિતિ   જાવા મળતી હતી.

પરંતુ સ્કુલ રીક્ષાના ચાલકો વિદ્યાર્થીઓના હિતમાં હડતાલમાં જાડાયા નથી જેના પરિણામે સવારે સ્કુલ રીક્ષાઓ રાબેતા મુજબ વિદ્યાર્થીઓને લેવા આવી હતી જેથી વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.

સ્કુલ રીક્ષા ચાલકોની હડતાલની સૌથી વધુ અસર સવારથી જ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર જાવા મળી હતી રેલવે સ્ટેશન પર રીક્ષાચાલકોની હડતાલ સજ્જડ રહી હતી જેના પરિણામે રેલવે સ્ટેશન પર એક પણ રીક્ષા જાવા મળતી ન હતી પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં બહારગામથી આવતા પ્રવાસીઓને લેવા માટે તેઓના સગા સંબંધીઓ જાતે જ તેઓને લેવા આવ્યા હતાં

આ ઉપરાંત રીક્ષાચાલકોની હડતાલથી અન્ય વાહનોના ચાલકોએ રીતસર લુંટ મચાવી હતી વધુ સામાન લઈને આવેલા પ્રવાસીઓ પાસેથી ઉંચુ ભાડુ વસુલ કરવામાં આવતુ હતું જેના પરિણામે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં આજ રીતે ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પર રીક્ષાચાલકોની હડતાલથી બહારગામથી ભણવા આવતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ હતી આ ઉપરાંત અપડાઉન કરતા નોકરિયાત વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો હતો.

સરકારે રીક્ષાચાલક એસોસીએશનની માંગણી નહીં સ્વીકારતા આજે પ્રતિમાત્મક રૂપે સાંજે ૬ વાગ્યા સુધી
રીક્ષાચાલકોની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે પરંતુ આગામી દિવસોમાં જા રીક્ષા ચાલકોની માંગણીઓ સ્વીકાર કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે તેવુ આગેવાનોએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.