Western Times News

Gujarati News

બુલી બાઈ એપ કેસમાં પ્રથમ ધરપકડ, આરોપી એન્જિનિયરિંગ વિદ્યાર્થીની ધરપકડ

બેંગ્લુરૂ, મુંબઈ પોલીસ સાયબર સેલે ‘બુલીબાઈ’ એપ કેસના સંબંધમાં બેંગલુરુના એક ૨૧ વર્ષના યુવકની અટકાયત કરી છે. મુંબઈ પોલીસે આ જાણકારી આપી. મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી સતેજ પાટીલે સોમવારે પોલીસને “બુલી બાઈ” એપના ડેવલપર્સ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યા બાદ આ કેસમાં આ પ્રથમ મોટી કાર્યવાહી છે. ‘બુલી બાઈ’ એપ કેસમાં મુંબઈ પોલીસ સાયબર સેલ દ્વારા બેંગ્લોરથી ધરપકડ કરાયેલો ૨૧ વર્ષીય આરોપી એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે.

ધરપકડ બાદ મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી સતેજ પાટીલે જણાવ્યું હતું કે, “મુંબઈ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. જાે કે અમે આ સમયે વિગતો જાહેર કરી શકતા નથી કારણ કે તે ચાલુ તપાસમાં અવરોધ લાવી શકે છે, હું તમામ પીડિતોને ખાતરી આપવા માંગુ છું.

અમે ગુનેગારોનો સતત પીછો કરી રહ્યા છીએ અને તેઓ ટૂંક સમયમાં કાયદાનો સામનો કરશે.” મુંબઈ પોલીસે ‘બુલી બાઈ’ એપ કેસમાં બેંગલુરુમાંથી અટકાયત કરાયેલ શંકાસ્પદ વ્યક્તિની ઉંમર સિવાય અન્ય શંકાસ્પદની ઓળખ જાહેર કરી નથી. પોલીસે અજાણ્યા ગુનેગારો વિરુદ્ધ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

એવો આરોપ છે કે “બુલી બાઈ” એપ પર “હરાજી માટે” મુસ્લિમ મહિલાઓની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. દરમિયાન, મંત્રીએ “સુલી ડીલ્સ” એપ સામેની નિષ્ક્રિયતા અંગે કેન્દ્રને પ્રશ્ન કર્યો હતો. વાસ્તવમાં, “બુલી બાઈ” એપ્લિકેશન પહેલા, એક સમાન “સુલી ડીલ્સ” એપ્લિકેશન હતી જેણે ગયા વર્ષે આવી જ રીતે મુસ્લિમ મહિલાઓની “હરાજી” કરી હોવાનો આરોપ છે.

થોડા મહિના પહેલા કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ આવી જ એક એપ ‘સુલ્લી ડીલ’ બનાવી હતી જેમાં સેંકડો મુસ્લિમ મહિલાઓની તસવીરો, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સમાંથી લેવામાં આવી હતી, તેને અપલોડ કરવામાં આવી હતી અને તેની હરાજી કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર આક્રોશ બાદ કેન્દ્ર સરકારે આ એપને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. હવે ‘બુલી બાઈ’ નામની એપ કથિત રીતે મુસ્લિમ મહિલાઓની તસવીરોની હરાજી કરતી જાેવા મળી હતી. જાે કે આ એપ પણ હટાવી દેવામાં આવી છે.

એ યાદ રહે કે શનિવારે, એક મહિલા પત્રકારે ‘દિવસની ડીલ’ તરીકે બુલી બાઈ એપ પર વેચાતી પોતાની એક તસવીર શેર કરી હતી. પત્રકારે ટિ્‌વટર પર કહ્યું, “એક મુસ્લિમ મહિલા તરીકે તમારે તમારા નવા વર્ષની શરૂઆત આ ડર અને નફરત સાથે કરવી પડશે તે ખૂબ જ દુઃખદ છે.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.