Western Times News

Gujarati News

લીંબચ ધામ જનોડ ખાતે ૨૧૨ લીંબચ સમાજ સેવા ટ્રસ્ટના કાર્યાલયનુ ઉદ્‌ઘાટન

તસવીરઃ પૂનમ પગી, વિરપુર

(પ્રતિનિધિ) વિરપુર, લીંબચ ધામ જનોડ ખાતે ૨૧૨ વાળંદ સમાજની જનરલ મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ ૨૧૨ લીંબચ સમાજ સેવા ટ્રસ્ટની કાર્યાલયનુ ઉધઘાટ ૨૧૨ લીંબચ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્રકુમાર એમ વાળંદ તથા તમામ ટ્રસ્ટીગણ અને ડખરીયા ગ્રામ પંચાયત સરપંચ વિષ્ણુભાઈ રમણભાઈ વાળંદ અને ધારાપુરા ગ્રામ પંચાયત સરપંચ કૈલાશબેન હસ્તે કાર્યાલયનુ રીબીન કાપી ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

૨૧૨ લીંબચ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમના આવક જાવક હિસાબની ચર્ચાઓ ટ્રસ્ટના હિસાબ આવક જાવક મંત્રી પ્રવિણભાઈએ રજુ કર્યા આજની મીટીંગમા ઠરાવ સર્વનુમતે મંજુર કરવામા આવેલ હતા આગામી કાર્યક્રમની રુપરેખા રાજેન્દ્રકુમાર એમ વાળંદ તરફથી આપવામા આવી હતી.

સમાજ વડિલો દ્રારા જરુરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ નવા ચુટાયેલ સરપંચ વિષ્ણુભાઈ રમણભાઈ વાળંદ અને કૈલાશબેન ધારાપુર સરપંચએ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ બસો બાર વાળંદ સમાજના નવનિયુક્ત ચૂંટાઈ આવેલ તમામ સભ્યો તેમજ સરપંચના ઉમેદવારોને લિમ્બચ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફૂલહાર પહેરાવી તેમજ લીંબચ્‌ માતાની છબી આપી સન્માનિત કરવામા આવ્યા હતા સાથે સેવાલિયા પાલી પંચાયતમા સતત બીજી વાર વિજેતા બનેલા અને સમાજના સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મહેશભાઈનું સન્માન કરવામા આવ્યું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.