Western Times News

Gujarati News

કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોએ કરોડો રૂપિયાના ખોટા બિલ મંજુર કરાવ્યા

પ્રતિકાત્મક

કોર્પોરેશને એમ.ઓ.યુ. કરેલી હોસ્પિટલોએ તેમના સ્ટાફને જ એએમસી ક્વોટામાં દાખલ કરી ખોટા બિલો રજુ કર્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. કોર્પોરેશન તરફથી સદ્‌ર હોસ્પીટલોને ખાલી બેડ, જનરલ વોર્ડ, આઈ.સી.યુ. વગેરે માટે અલગ-અલગ રકમ ચુકવવામાં આવતી હતી.

કોરોના મહામારી દરમ્યાન આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કેટલાક લોકોએ મૃત્યુનો પણ મલાજાે જાળવ્યો ન હોવાના આક્ષેપ પણ થતા રહયા છે. જયારે કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ દર્દીઓની સેવાના નામે વ્યાપક ગેરરીતિઓ કરી છે તથા ખોટા પેશન્ટ અને ખોટા બીલો દર્શાવી મનપા પાસેથી મોટી રકમ ઘર ભેગી કરી છે.

મ્યુનિ. કોર્પોરેશનના ઉતર- પશ્ચિમ ઝોનની ચાર-પાંચ હોસ્પીટલોએ જ આ પ્રકારની ગેરરીતિ આચરી અંદાજે રૂા.૧.રપ કરોડના ખોટા બીલો રજુ કરી પેમેન્ટ લીધા છે.

મનપા દ્વારા સદ્‌ર રકમ પરત લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે હોસ્પીટલોએ ખોટા બીલો મંજુર કરાવ્યા છે. કોરોનાના કપરા સમયમાં દર્દીઓની સારવાર કરવાના બદલે કેટલીક હોસ્પિટલોના સંચાલકોએ માત્ર તિજાેરી ભરવા તરફ જ ધ્યાન આપ્યુ હતુ જેમને મનપાનાજ કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓને સહકાર મળ્યો હતો જેના કારણે કોર્પોરેશનની તિજાેરીમાંથી કરોડો રૂપિયા ચાંઉ થઈ ગયા છે હોસ્પિટલ સંચાલકોએ રૂપિયા કમાવવાની લહાયમાં એમઓયુની શરતોનો પણ ભંગ કર્યો હતો તથા રિફર ન કરવામાં દર્દીઓ તેમજ અન્ય જિલ્લા અને રાજ્યના દર્દીઓને પણ સારવાર આપી હોવાનું દર્શાવી બિલો મંજુર કરાવ્યા છે.

ગ્લોબલ હોસ્પીટલ: બીલ નં.૭૫. તા.૧૪.૮.૨૦૨૦
મન્સુરી સુહાના કોર્પોરેશનમાંથી રીફર કરવામાં આવેલા ન હોવા છતાં એએમસી કવોટામાં સારવાર આપેલ છે. તેઓ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવે છે. જેમના ખોટા બીલ રજુ કરી રૂા.પપ,૬૦૦ મંજુર કરાવેલ છે.

ડીએચએસ હોસ્પીટલ: બીલ નં.૧૨૨. તા.૧૯.૯.૨૦૨૦
શંકુલતા કોઠારી એસીમ્ટોમેટીક હોવા છતાં આઈસીયુમાં દાખલ કરી કોર્પોરેશન પાસેથી વધુ રકમ મંજુર કરાવેલ છે.

સરસ્વતી હોસ્પીટલ: બીલ નં.૭૩. તા.૧૪.૮.૨૦૨૦
નીરાલી દરજી નામના દર્દીના બીલમાં એક દિવસ વધુ દર્શાવી ખોટી રીતે બીલ મંજુર કરાવ્યું છે.

સંજીવની હોસ્પીટલ: બીલ નં.૭૬. તા.૧૪.૮.૨૦૨૦
કાંતાબેન મહેતા, યાસીનખાન કુરેશી અને નિશારાની ચૌહાણ નામના દર્દીઓને એસીમ્ટોમેટીક લક્ષણો હોવા છતાં આઈ.સી.યુ.માં દાખલ કરી આઈ.સી.યુ. મુજબના ચાર્જ લીધા છે.

યાસીનખાન કુરેશી અને નિશારાની ચૌહાણ નામના દર્દીઓને કોર્પોરેશન દ્વારા નિયુક્તિ કરવામાં આવેલ લેબોરેટરી સિવાય અન્ય લેબ.માં ટેસ્ટ કરાવ્યા હતા તથા અલગથી ચાર્જ લઈ મનપા પાસેથી બીલ વસુલ કર્યા છે.

સ્ટર્લીંગ કેન્સર હોસ્પીટલ બીલ નં.૧૮ તા.૧૯-૯-૨૦૨૦
મ્યુનિ. કોર્પોરેશનની રિફર નોટ ન હોવા છતાં અનુપ કે. કમલાહસન અને અંકુશ બામણીયા નામના નર્સ્િંાગ સ્ટાફને એ.એમ.સી. કવોટામાં દાખલ કરી રૂા.૧,પ૯,૯ર૯ નું પેમેન્ટ વસુલ કરેલ છે જે પરત લેવાનું થાય છે. અનુપ કે કમલાહસનનું આધારકાર્ડ મુજબનું સરનામું કેરાલા રાજયનું છે જેમાં નિયમ ભંગ થાય છે. મફાભાઈ ભરવાડ, ચિંતન અભીચંદાની, અંકુર બામણીયા વગેરે દર્દીઓને આઈસીયુ વોર્ડમાંથી સીધા જ ડીસ્ચાર્જ કરેલ છે. જેમાં કોર્પોરેશનને કોઈ ડીસ્ચાર્જ નોંધ આપી નથી.

સીમ્સ હોસ્પીટલ બીલ નં.૧૦૦ તા.૨-૯-૨૦૨૦
કોર્પોરેશનની રિફર નોટ ન હોવા છતાં અશોક સોલંકી, શખારીયા સી.વી., ચિરાગ પરમાર, હર્ષ પરમાર, બિંદા ક્રિશ્ચિયન અને વિનીત જૈન નામના સ્ટાફ ને એએમસી ક્વોટામાં દાખલ કરેલા દર્શાવી રૂા.૧,૦૮,૪૮૦ના બીલ મંજુર કરાવ્યા છે.

દિપકભાઈ માલી નામના દર્દીના બીલમાં એક દિવસનું પેમેન્ટ વધારે દર્શાવ્યું છે. આધારકાર્ડ મુજબ અમદાવાદ જિલ્લા સિવાયના અન્ય જિલ્લામાંથી આવેલા અશોક સોલંકી (સાબરકાંઠા) શખારીયા સી.વી. (કેરાલા), ચિરાગ પરમાર (સાબરકાંઠા) બિંદા ક્રિશ્ચિયન (ખેડા) અને વિનીત જૈન (રાજસ્થાન)ને દાખલ કરી સારવાર આપી ખોટા બીલ મંજુર કરાવ્યા છે.

ફૈઝ મોહંમદ, સુશીલા અને શશીકાંત નામના દર્દીઓ એસીમ્ટોમેટીક હોવા છતાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરી આઈસીયુ મુજબના ચાર્જ વસુલ કરેલ છે.

સાલ હોસ્પીટલ બીલ નં.૧૨૪ તા.૨૧-૯-૨૦૨૦
હોસ્પિટલ દ્વારા મનુભાઈ રામી, જગદીશ દવે, ધનજીભાઈ પ્રજાપતિ, ભારતીબેન રાઠોડ, નવીનભાઈ વછેટા, અંબાલાલ પટેલ અને જયશ્રીબેનને બીલમાં એક દિવસ વધુ દર્શાવી રૂા.૪૯.પ૦૦ વધુ લીધા છે.

રીમઝીમ ભટનાગર હોસ્પિ. સ્ટાફ એએમસી તરફથી રીફર કરવામાં આવેલ ન હોવા છતાં કવોટામાં દાખલ કરી રૂા.૮પ,ર૧૩નું ખોટુ બીલ મંજુર કરાવ્યું છે.

છાયાબેન દવે, પદમાબેન ઝાલા, ઉર્મિલા મોદી, જગદીશભાઈ દવે સહિત ર૭ પેશન્ટોને એસીમ્ટોમેટીક હોવા છતા આઈસીયુમાંથી ડીસ્ચાર્જ દર્શાવી વધુ રકમના બીલો મંજુર કરાવ્યા છે.

સ્ટર્લીંગ કેન્સર હોસ્પીટલ બીલ નં.૬૦ તા.૧૦-૮-૨૦૨૦
હોસ્પિટલ ધ્વારા ભરતભાઈ પાટડિયા, વૈભવ ઝવેરી, ખૂશ્બુ ઝવેરી, કનુભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ શાહ સહિત ૧૮ પેશન્ટના બીલમાં એક દિવસનું વધારે બીલ દર્શાવી રૂા.૯ર,રપ૦ ખોટી રીતે મંજુર કરાવ્યા છે.

ભરતભાઈ પાટડિયા (રૂા.૧૩પ૦) રમેશ પટેલ (રૂા.૮ર૦૦૪) હંસાબેન પંચાલ (રૂા.૬૭પ૦) ધર્મેશભાઈ શાહ, (રૂા.૪૯પ૦૦) ઉષાબેન ઝવેરી (રૂા.૪૯પ૦૦) અને શ્યામ પટેલ (રૂા.૯૦૦૦) નામના દર્દીને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રીફર કરવામાં આવ્યા ન હતાં પરંતુ ઉ.પ.ઝોન ના ડેપ્યુટી હેલ્થ ઓફિસરે કરેલ મોબાઈલ વોટ્‌સઅપના આધારે એએમસી ક્વોટામાં દાખલ કરી વિનામૂલ્યે સારવાર આપી તેના બીલની રકમ કોર્પોરેશન પાસેથી ખોટી રીતે મંજુર કરાવી.

સંજીવની હોસ્પીટલ: બીલ નં.૧૧૧. તા.૧૯.૯.૨૦૨૦
હેમંતભાઈ નાંદોલકર અને ચંદનબેન દવે નામના દર્દીઓ એસીમ્ટોમેટીક હોવા છતાં તેમને આઈ.સી.યુ.માં દાખલ કરી વધુ ચાર્જ લેવામાં આવ્યા છે.

દર્દઓને આપવામાં આવેલી સારવારની દૈનિક સમરી નોટ મ્યુનિ. આરોગ્ય વિભાગને આપવામાં આવી નથી.
એમ.ઓ.યુ.ની શરત મુજબ મેડીકલ, પેરા મેડીકલ તેમજ નર્સિગ સ્ટાફની માહિતી મનપાને આપવામાં આવી નથી.
દાખલ કરવામાં આવેલા દર્દીઓનું રજીસ્ટર્ડ મનપાને આપવામાં આવ્યું નથી.

સંજીવની હોસ્પીટલ: બીલ નં.૯૮. તા.૨.૯.૨૦૨૦
અમરીશભાઈ વોરા, હેમાજી પ્રજાપતિ, અનિલજી પ્રજાપતિ, બાલુબેન સોલંકી, જાેયેલ નાયક નામના દર્દીઓને લીસ્ટ-એ તથા લીસ્ટ-બી સિવાય અન્ય દવાઓના ચાર્જ વધુ વસુલ કરેલ છે. જેના ખોટા બીલ મંજુર કરાવેલ છે.
હોસ્પિટલ દ્વારા ખાલી બેડ, પોઝીટીવ દર્દીઓની રીફર નોટ, દાખલ કરવામાં આવેલ પેશન્ટ વગેરેના રજીસ્ટર કોર્પોરેશનને આપવામાં આવ્યા નથી.

સીમ્સ હોસ્પીટલ બીલ નં.૧૨૫ તા.૨૧-૯-૨૦૨૦
કેતન આચાર્ય, ગોવિંદા શીંદે, સંગીતા યાદવ, દિવ્ય પુજા નાયર, પિયુષ પટેલ, લીનુ જાેસેફ, અભિજીતા દિનેશભાઈ, અર્ચના નાયક અને અંકિતા પટેલ નામના હોસ્પિ. કર્મચારીઓને કોર્પોરેશન તરફથી રીફર કરવામાં આવ્યા ન હતાં છતાં એએમસી ક્વોટામાં દાખલ કરી રૂા.ર,રર,૯૧૧ના ખોટા બીલ રજુ કરી પેમેન્ટ મેળવેલ છે.

અનીલ પટેલ, મીના પટેલ, સોમા ચાવડા, જયોત્સના પરમાર, મયુર ભટ્ટ અને સુરેશ પટેલ નામના દર્દીઓ એસીમ્ટોમેટીક હોવા છતાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરી આઈસીયુ મુજબના ચાર્જ વસુલ કરેલ છે.

સીમ્સ હોસ્પીટલ બીલ નં.૯૦ તા.૨૭-૮-૨૦૨૦
હોસ્પિટલ તરફથી દર્દીઓની ડીસ્ચાર્જ સમરી મનપાને આપવામાં આવી નથી.
અપેક્ષાબેન ચાવડા, યશેષ ચૌહાણ, રેનજીત મેથ્યુ, રાજુલ પટેલ, પાયલબેન ઝાલા, દિલીપ દામરા, હસમુખ ઠક્કર, પિયુષ ઠાકર, ઉષાબેન ચમાર, આયુષ જાેષી સહિત હોસ્પિટલના ૧૬ કર્મચારીઓને રીફર નોટ ન હોવા છતાં કોર્પોરેશન કવોટામાં દાખલ કરી રૂા.૪,૦૪,૮૩૯ ના ખોટા બીલ મંજુર કરાવ્યા છે.

ધીરૂભાઈ પરમાર નામના પેશન્ટના બીલમાં બે ઈન્જેકશનના બીલ પેટે રૂા.૧૦,૮૦૦ની રકમ ખોટી દર્શાવી બીલ મંજુર કરાવ્યા છે.
હંસાબેન શાહ નામના દર્દીના બીલમાં એક દિવસનું વધારે પેમેન્ટ બતાવી રૂા.૪પ૦૦ હજાર વધુ મંજુર કરાવ્યા છે.

ડી.એચ.એલ. મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ
અમદાવાદ જિલ્લા સિવાય બહારગામના દર્દી દિપકકુમાર પારેખ (વિરમગામ) નામના પેશન્ટને નિયમ વિરુધ્ધ સારવાર આપી છે.
૧૩ જેટલા પેશન્ટની એડમીશન અને ડીસ્ચાર્જ તારીખ ખોટીદર્શાવી પેશન્ટ દીઠ એક દિવસનું પેમેન્ટ વધુ મેળવેલ છે. જેની રકમ રૂા.૬૭પ૦૦ થાય છે.

હોસ્પિટલમાં એટેન્ડસ તરીકે ફરજ બજાવતા અશ્વિની માનવે ને કોર્પોરેશન તરફથી રીફર કરવામાં આવ્યા ન હતા છતાં એ.એમ.સી. કવોટામાં દાખલ કરી રૂા.૭૪રપ૦નું બીલ મંજુર કરાવ્યું છે.

ઈલીયાસ બાભી, જગદીશભાઈ હેરમા, શારદાબેન પંચાલ અને અનંતરાય ત્રિવેદી નામના દર્દીઓ પાસેથી દવાના નકકી થયેલા ભાવ કરતા વધુ રકમની વસુલાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.