Western Times News

Gujarati News

દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

નવીદિલ્હી, દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધતા લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. વળી તેમા તેના નવા વેરિઅન્ટને લઇને અલગ-અલગ ચર્ચાઓ લોકોમાં મૂંઝવણ પૈદા કરી રહી છે. વળી કહેવાય છે કે, ઓમિક્રોનનાં કારણે કોરોનાની ત્રીજી લહેરના ફેલાવાની ઝડપ ખૂબ જ ઝડપી છે, પરંતુ જાે આપણે મૃત્યુનાં આંકડા પર નજર કરીએ તો, બીજા લહેર કરતા લગભગ ૬૦૦ ટકા ઓછા મૃત્યુ નોંધાયા છે.

પ્રથમ લહેરની તુલનામાં, આ ઘટાડો લગભગ ૯૦૦ ટકા છે. જાે કે નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં મૃત્યુઆંકમાં થોડો વધારો થઈ શકે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧,૫૯,૬૩૨ નવા કોરોના સંક્રમણ અને ૩૨૭ મોત નોંધાયા છે. તેમાંથી ૨૪૨ મૃત્યુ એકલા કેરળનાં છે, જે ભૂતકાળનાં છે.

જ્યારે કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૩૩ લોકોનાં મોત થયા છે. આમ તાજેતરમાં મૃત્યુ માત્ર ૧૧૮ છે. ગયા વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર વધી રહી હતી ત્યારે ૧૧ એપ્રિલ ૨૦૨૧નાં રોજ દેશમાં ૧,૫૨,૮૭૯ નવા કોરોના સંક્રમણ નોંધાયા હતા. તે દિવસે ૮૩૯ મૃત્યુ નોંધાયા હતા. આ ૭૨૧ છે એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મૃત્યુ કરતાં લગભગ ૬૦૦ ટકા વધુ.

પ્રથમ લહેરમાં, એક દિવસમાં સંક્રમણની મહત્તમ સંખ્યા એક લાખથી નીચે રહી હોવા છતાં, મૃત્યુઆંક ઊંચો રહ્યો છે. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ નાં રોજ કુલ ૯૭,૫૭૦ નવા ચેપ નોંધાયા હતા. ત્યારે ૧૨૦૧ મૃત્યુ થયા હતા. જે છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મૃત્યુ કરતા લગભગ ૯૦૦ ટકા વધુ છે.

તબીબી નિષ્ણાતો કહે છે કે, ઓમિક્રોન ઓછું ઘાતક છે, તે ફેફસાંને નુકસાન કરતુ નથી. તેથી હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે, જેના કારણે મૃત્યુ પણ ઓછા છે.

વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજનાં કોમ્યુનિકેશન વિભાગનાં પ્રોફેસર જુગલ કિશોરે જણાવ્યું હતું કે, ઓમિક્રોન સંક્રમિત પાંચ-સાત દિવસમાં સાજા થઈ રહ્યા છે અને ત્રીજી લહેર આવ્યાને દસ દિવસથી વધુ સમય થઈ ગયો છે. અગાઉની લહેરની તુલનામાં, દર્દીઓ નવથી દસ દિવસ પછી મૃત્યુ પામતા હતા. તેથી આગામી દિવસોમાં મૃત્યુઆંકમાં થોડો વધારો થવાની આશંકા છે. પરંતુ, તે બીજી લહેર કરતા ઘણું ઓછું હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.