Western Times News

Gujarati News

હવે નવું વાહન ખરીદો તો તમારા જૂના વાહનનો નંબર રાખી શકાશે

પ્રતિકાત્મક

(માહિતી) ગાંધીનગર, રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃ મળી શકે એ માટે રાજય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રીટેન કરી શકશે એ માટે વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામા આવશે તેમ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતુ.

મંત્રીશ્રી મોદીએ ઉમેર્યુ કે,વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્‌સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે.

વાહન માલિકોની તેઓના નંબર સાથે જાેડાયેલ લાગણી-માન્યતાને કારણે જુના વાહનોના નંબર રીટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ ર્નિણય કરાયો છે, મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજુઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રીટેન્શનની પોલીસીને અમલમાં મુકવાનો આ ર્નિણય કરાયો છે

આ પોલીસીમાં વાહન માલીક બે વખત તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે. તેમણે ઉમેર્યુ કે,વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રીટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રીટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે.

તબદિલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રીટેન કરી શકાશે અને જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, વાહન માલિક પોતાનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રીટેન કરી શકશે.

જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહી. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્નેન વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જાેઇશે અને બન્ને વાહનોના પ્રકાર સમાન હોવા જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.