Western Times News

Gujarati News

કોરોનાથી મૃત્યુ પામનારા ૭૬ ટકાએ રસી નહતી લીધી

નવી દિલ્હી, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે.કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ નવા ઓમિક્રોન વેરિએન્ટતી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી ગયો છે.જાેકે તેનાથી મોત થવાનુ જાેખમ ઓછુ છે તેવુ નિષ્ણાતોનુ કહેવુ છે.

નવા દર્દીઓ પૈકી માંડ પાંચેક ટકાને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી રહી છે.કોરોનાના હાહાકાર વચ્ચે કોરોના વેક્સીનની અસરકારકતા ફરી સાબીત થઈ છે. રાજધાની દિલ્હીમાં પાંચ થી નવ જાન્યુઆરી વચ્ચે ૪૬ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો અને આ પૈકીના ૭૬ ટકાએ કોરોનાની રસી નહોતી લીધી. જીવ ગુમાવનારાઓ પૈકી ૨૫ દર્દીઓ ૬૦ કે તેથી વધારે વયના હતા.જ્યારે ૪૧ થી ૬૦ વર્ષના ૧૪ લોકો અને ૨૧ થી ૪૦ વર્ષના પાંચ લોકો હતા.

૪૬માંથી ૧૨ દર્દીઓ એવા હતા જેમનુ હોસ્પિટલમાં દાખલ થયાના એક જ દિસમાં મોત થયુ હુત.જ્યારે ૪૬માંથી ૩૪ને બીજી બીમારીો પણ હતી. દિલ્હીની એક હોસ્પિટલના ડોકટરનુ કહેવુ છે કે, પહેલેથી જ બીમારીનો સામનો કરી રહ્યા હોય અને વેક્સીન ના લીધી હોય તેવા લોકોને કોરોનાથી ખતરો વધારે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.