Western Times News

Gujarati News

દિવ્યાંગોના કલ્યાણ માટે રાજ્યકક્ષા પારિતોષિક માટે અરજી કરવી છે, તો આ વાંચો

રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ /સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજયકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.

જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીશ્રીઓ/નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસરશ્રીઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યકિતઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને,

જરૂરી આધારો સાથે ભરેલા અરજીપત્રકો બે નકલમાં તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર),ની કચેરી, અસારવા, બહુમાળી ભવન, બ્લોક એ/બી, પ્રથમ માળ. ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવાના રહેશે.

જરૂરી ફોર્મ વેબસાઇટ https://talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા મદદનીશ રોજગારની કચેરી ખાતેથી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન વિના મૂલ્યે મેળવી શકાશે.તેમ ઇ.ચા મદદનીશ નિયામક(રોજગાર) અમદાવાદની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.