Western Times News

Gujarati News

સુરતમાં કોરોનાએ આખેઆખા પરિવારને ઝપેટમાં લીધો

સુરત, સુરતમાં કોરોનાના વધતા કેસના આંકડાએ કહેર મચાવ્યો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે મોટી ચેતવણી સામે આવી છે. આગામી દિવસોમાં સુરતમાં કોરોનાના કેસમાં ૩૩% સુધી વધારો થઈ શકે છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નરે આ મામલે લોકોને સાવચેત કર્યા છે.

જાેકે, સ્થિતિને પહોંચી વળવા પાલિકાએ તૈયારીઓ કરી લીધી છે. સુરત પાલિકા દ્વારા કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ૧૦૮૨ વેન્ટિલેટર બેડ, ૫૨૯૮ ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. સરકારી-ખાનગી હોસ્પિટલોમાં ૭,૮૯૦ બેડ ઊભા કરાયા છે. બીજી તરફ, કોરોનાએ આખેઆખા પરિવારને જ ઝપેટમાં લીધા છે.

સુરતમાં ૧૧ દિવસમાં ૨૯ પરિવારો કોરોનાગ્રસ્ત થયા છે. સુરતમાં વિદ્યાર્થીઓ પણ કોરોનાની ઝપેટમાં આવવાનો સિલસિલો યથાવત છે. શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં કોરોના વકર્યો છે. ત્યારે આજે ગુરુવારના અપડેટ અનુસાર, સુરતમાં વધુ ૭૮ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે.

શાળાઓમાં અને કોલેજમાં કુલ ૧૦૧૨ જેટલા કેસ થયા છે. સુરતની અનેક યુનિવર્સિટી, પીટી સાયન્સ કોલેજ સહિત સ્કૂલમાં કોરોના ફેલાયો છે. કોરોના વરકતાં સ્કૂલો અને કોલેજ બંધ કરવાની તંત્રને ફરજ પડી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.