Western Times News

Gujarati News

રિલાયન્સે ગુજરાતમાં ગ્રીન એનર્જી માટે રૂ. 5.95 લાખ કરોડના રોકાણ માટે MoU પર હસ્તાક્ષર કર્યા

રાજ્યમાં 10 લાખ રોજગારી તકોનું સર્જન કરશે

આર.આઇ.એલ. વધુ રૂ. 60,000 કરોડનું રોકાણ ન્યૂ એનર્જી મેન્યુફેક્ચરિંગ – ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ: 1) સોલાર પી.વી. મોડ્યુલ (પોલિસિલિકોન, વેફર, સેલ અને મોડ્યુલ), 2) ઇલેક્ટ્રોલાઇઝર, 3) એનર્જી સ્ટોરેજ બેટરી, 4) ફ્યુઅલ સેલ્સ, વગેરે સહિતની ફેસિલિટી સ્થાપવા માટે કરશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે રોકાણ પ્રોત્સાહન પ્રવૃત્તિના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે કુલ રૂ. 5.955 લાખ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એમ.ઓ.યુ. (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ્સ થકી ગુજરાતમાં 10 લાખ જેટલી સીધી/આડકતરી રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.

ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) એ 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે આગામી 10થી 15 વર્ષના ગાળામાં રૂ. 5 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજનના કેપ્ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનોલોજી અને ઇન્નોવેશન અપનાવવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (SMEs) ને સહાયરૂપ બનવા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા રિલાયન્સ ઇકો-સિસ્ટમ વિકસાવશે.

આર.આઇ.એલ. ડીકાર્બોનાઇઝેશન અને ગ્રીન ઇકો-સિસ્ટમના વિકાસ માટેના માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરે છે.

ગુજરાત સરકાર સાથેના પરામર્શમાં રિલાયન્સે 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં જમીન શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કંપનીએ કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે.

આર.આઇ.એલ. વધુ રૂ. 60,000 કરોડનું રોકાણ ન્યૂ એનર્જી મેન્યુફેક્ચરિંગ – ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ: 1) સોલાર પી.વી. મોડ્યુલ (પોલિસિલિકોન, વેફર, સેલ અને મોડ્યુલ), 2) ઇલેક્ટ્રોલાઇઝર, 3) એનર્જી સ્ટોરેજ બેટરી, 4) ફ્યુઅલ સેલ્સ, વગેરે સહિતની ફેસિલિટી સ્થાપવા માટે કરશે.

વધુમાં, રિલાયન્સે જિઓ નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવા આગામી 3/5 વર્ષમાં રૂ. 7,500 કરોડ, આગામી 5 વર્ષમાં રિલાયન્સ રિટેલમાં રૂ. 3,000 કરોડ અને વર્તમાન તેમજ નવા પ્રોજેક્ટ્સમાં રૂ. 25,000 કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.