Western Times News

Gujarati News

સરદાર પટેલના પ્રયાસોને કારણે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુંઃ કેન્દ્રીય મંત્રી

(PIB)નર્મદા, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી રામદાસ અઠાવલેએ આજેસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુસ્વપ્ન સાકાર થયુ છે

અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનીદીઘદ્રર્ષ્ટિને કારણે જ દુનિયાની વિશાળ પ્રતિમા સૌથી ઓછા સમયમાં તૈયાર થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિમાના નિર્માણ થકી સમસ્ત એકતાનગરનો વિકાસ થયો છે અને સાથે સાથે સ્થાયી આદિવાસી સમાજને પણસિધી રોજગારી મળી છે જે માનનીય પ્રધાનમંત્રી ના પ્રયત્નોને કારણે શકય બન્યુછે.

કેવડીયાનો સાવર્ત્રિક વિકાસ જાેઈને ખૂબ ખુશી થઈ છે.સાથે જ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પનાના પણ વખાણ કર્યા.મંત્રી અઠાવલેએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇપટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી.

ત્યારબાદ ૧૩૫મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડાગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

મંત્રીનું આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જેબાદ મંત્રી અઠાવલેએ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફયુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.

સ્ટેચ્યુઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબે એ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરીહતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.