Western Times News

Gujarati News

હડકોએ વિશ્વ પર્યાવરણ દિવસ 2019 ઉજવ્યો

અમદાવાદ, ડૉ. એમ. રવિકાંત, અધ્યક્ષ તેમજ વ્યવસ્થાપક નિદેશક હડકો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવા માટે હડકોના એચએસએમઆઈ દ્વારા “વાયુ શુદ્ધતા- ભારતીય શહેરોમાં વાયુ પ્રદૂષણ નિવારણ” વિષય પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ તેમજ વાયુ ગુણવત્તામાં સુધારો લાવવા માટે ટકાઉ શહેરી વિકાસ માટે કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર અપાયો હતો. સીએમડીએ જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી દ્વારા જીરો ઇફેક્ટ એડ ઝીરો ડિફેક્ટ – ઉત્પાદનમાં ઝીરો ડિફેક્ટ તેમજ પર્યાવરણ પર જીરો ઇફેક્ટની દિશામાં કાર્ય કરવાનું છે.

આ દિશામાં હડકોની પહેલ અંતર્ગત નવીન સમાધાનોની જરૂરિયાત પર વિચાર-વિમર્શોના માધ્યમથી ઊર્જા પહેલો તેમજ સંવેદનશીલ કાર્યશાલા માટે ઋણને વધારવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં  આ ક્ષેત્રના મહાનુભાવો, એનજીઓ, સ્થાનિક સંસ્થાઓ, એમઓઈએફસીસીના પ્રતિનિધિઓ તથા હડકોના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.