Western Times News

Gujarati News

સત્તર વર્ષ અગાઉ નવરંગપુરામાં ૪૧ કિલો ચાંદીની લુંટ કરનાર શખ્શ ઝડપાયો

પોલીસની બીકે મુંબઈ બાદ ગોવામાં રહેતો હતો, પ્રસંગમાં પરીવારને મળવા અમદાવાદ આવ્યો હતો

(પ્રતિનિધિ) અમદાવાદ, સત્તર વર્ષ અગાઉ સાગરીતો સાથે ૪૧ કિલો ચાંદીની લુંટ કરીને પોલીસના ડરને કારણે રાજય બહાર ભાગી ગયેલા એક લુંટારાને આટલા વર્ષો બાદ પણ ક્રાઈમબ્રાંચે ઝડપી લીધો છે.

આ અંગેની વિગત એવી છે કે વર્ષ ર૦૦પમાં ગુણવંતભાઈ ચીમનલાલ દવે સુવર્ણકલા કોમ્પલેક્ષ ખાતે આવેલા શ્રીજી પેલેટર્સમાં ૪૧ કિલો ચાંદી પાયલ બનાવવા માટે આપી હતી જે લઈને પરત જતા હતા ત્યારે બે ઈસમોએ તેમની બાઈકને ટકકર મારી નીચે પાડી દીધા હતા બાદમાં આંખમાં મરચું નાખી ૪૧ કિલો ચાંદીની પાયલ ભરેલા બે થેલા તથા મોટર સાયકલની લુંટ કરી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની ફરીયાદ નવરંગપુરા પોલીસ સટેશને નોંધાઈ હતી. આ ગુનાનો એક આરોપી ગોમ્સ અનીલભાઈ ડીસોજા ઘટના બાદ ફરાર હતો. જાેકે સત્તર વર્ષ બાદ પણ ક્રાઈમબ્રાંચે તેની શોધ ચાલુ રાખી હતી અને તાજેતરમાં અમદાવાદ આવેલા ગોમ્સ અંગે બાતમી મળતા તેને ચાંદલોડીયાની ગૌતમનગર સોસાયટીમાંથી ઝડપી લીધો હતો. ગોમ્સનો જન્મ રામોલમાં થયો હતો.

છ ધોરણ સુધી ભણેલાં ગોમ્સની માતા મરણ બાદ તેને પિતા હેરાન કરતા હતા જેથી તે પોતે ભાઈ બહેનોને લઈ અમરાઈવાડીમાં ભાડેથી રહેતો હતો જયાં વિજય ઉર્ફે કાલુ ઠક્કર સાથે પરીચય બાદ ગોમ્સ, વિજય અને તેના મિત્રોએ નવરંગપુરામાં લૂંટ કરી હતી જે ગુના સંદર્ભે પોલીસ તેના ઘર સુધી પહોચી જતા ગોમ્સ પહેલા મુંબઈ ત્યારબાદ ગોવા જતો રહયો હતો જયાં પંજીમમાં માછીમારી કરતો હતો.

દરમિયાન વર્ષ ર૦૧૯માં ફેસબુક દ્વારા પરીવાર સાથે સંપર્ક થતાં તે પ્રસંગોપાત અમદાવાદ આવ જા કરવા લાગ્યો હતો ગત ડીસેમ્બરમાં તે ફરી અમદાવાદ આવ્યો હતો અને કોરોના વધતા ગોવા જવાનું મુલત્વી રાખી બહેનના ઘરે ચાંદલોડીયામાં રોકાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.