Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશ ચૂંટણી: લખનૌ કેન્ટ સીટ પર અપર્ણા યાદવની એન્ટ્રીથી વધ્યો સંઘર્ષ

લખનૌ, મુલાયમ સિંહની પુત્રવધુ અપર્ણા યાદવ બુધવારે ભાજપમાં જાેડાઇ ગઇ છે. ભાજપને તેનો મનોવૈજ્ઞાનિક લાભ મળી શકે છે. ભાજપ આને મુલાયમ પરિવારમાં ભાગલા તરીકે જાહેર કરી શકે છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવને કાકા શિવપાલ યાદવની નારાજગીનો ભોગ બનવું પડયું હતું. અપર્ણા યાદવને ભાજપમાં સામેલ કરતી વખતે ઉત્તર પ્રદેશ બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર સિંહે પણ આના સંકેત આપ્યા છે.

તેમણે કહ્યુ કે જાે સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમના પરિવારને એકજૂટ નથી રાખી શકતા તો ઉત્તર પ્રદેશને શું એકજૂથ રાખી શકશે. ભાજપની આ રણનીતિ અખિલેશ યાદવને નુકસાન પહોંચાડી શકે છે. જાે કે સમાજવાદી પાર્ટીએ ભાજપની એક મોટી સમસ્યાને ઉખાડીને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.

બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અપર્ણા યાદવને લખનૌ કેન્ટ સીટ પરથી મેદાનમાં ઉતારી શકે છે . અપર્ણા યાદવે આ મામલે પાર્ટી તરફથી ખાતરી મળ્યા બાદ જ ભાજપની છાવણીમાં જાેડાવાનું સ્વીકાર્યુ છે.

પાર્ટીની ચૂંટણી સમિતિની આગામી બેઠકમાં આ અંગે ર્નિણય લેવામાં આવી શકે છે. ઉત્તરાખંડના લોકોનું વર્ચસ્વ ધરાવતી કેન્ટ બેઠક અપર્ણા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઇ શકે છે, જે મૂળ ઉત્તરાખંડની હતી. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેઓ આ બેઠક પરથી ઉમેદવાર હતા, પરંતુ તેમને ભાજપના ઉમેદવાર રીટા બહુગુણાથી હારનો સામનો કરવો પડયો હતો.

રીટા બહુગુણા જાેશીએ પાછળથી આ બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું અને પ્રયાગરાજથી લોકસભાની ચૂંટણી લડી હતી અને વિજયી થયા હતા આ વખતે તેઓ આ બેઠક પરથી તેમના પુત્ર મંયક જાેશી માટે ટિકિટ માંગી રહયા છે. રીટા બહુગુણા જાેશીએ પોતાના પુત્રને ટિકિટ આપવા માટે સાંસદ પદેથી રાજીનામું આપવાની ઓફર પણ કરી છે.

આ રીતે ભાજપ નેતૃત્વ માટે અપર્ણા યાદવ અને રીટા બહુગુણા જાેશીનું સમાધાન કરવું મુશ્કેલી બની શકે છે. પરંતુ ભાજપ એક ઉમેદવારને મેદાનમાં ઉતારીને અને બીજાને વિધાન પરિષદ દ્વારા ગૃહમાં લાવીને આનો ઉકેલ આવી શકે છે. માનવામાં આવે છે કે ભાજપ અપર્ણા યાદવને ચૂંટણીમાં ઉતારવાની રણનીતિ અપનાવશે.

આ કારણે મીડિયાને અપર્ણા યાદવ દ્વારા હેડલાઇન્સ મળતી રહેશે અને મુલાયમ પરિવારમાં તૂટવાનો મનોવૈજ્ઞાનિક સંદેશ મળતો રહેશે. તેનાથી અખિલેશ યાદવને નુકસાન થશે. જાે કે અખિલેશ યાદવે ભાજપને તેમના પરિવારની વધુ ચિંતા હોવાનું કહીને ભાજપ પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો છે. અખિલેશ યાદવ જાણે છે કે અપર્ણા યાદવના પ્રકરણથી તેમને રાજકીય નુકસાન થઇ શકે છ.

આથી સપાએ ભાજપ પર વળતો પ્રહાર કરવાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. સપાના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, અપર્ણા યાદવ મુલાયમ પરિવારનું મોટું નામ નથી. તેથી તેના ભાજપમાં જાેડાવાથી તેના પરિવારને કોઇ મોટું નુકસાન નહી થાય.

નેતાના દાવા મુજબ, ભાજપના બે મોટા નેતાઓ હજુ પણ સપાના સંપર્કમાં છે અને પાર્ટી તેમના સપામાં આવવાની ફોર્મ્યુલા નક્કી કર્યા પછી તેની જાહેરાત કરશે. અપર્ણા યાદવ પ્રકરણ પર ભાજપનો આ જવાબ હશે. અખિલેશ યાદવે પણ ભાજપના ઘણા નેતાઓને સપા સાથે જાેડીને આની શરૂઆત કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.