Western Times News

Gujarati News

તેજસ એક્સપ્રેસ ટ્રેનને યોગી દ્વારા લીલીઝંડી આપી દેવાઇ

નવીદિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે દેશની પ્રથમ કોર્પોરેટ ટ્રેનને આજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. લખનૌથી દિલ્હી વચ્ચે (Lucknow to New Delhi Tejas Express) આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. IRCTC ની પ્રથમ ટ્રેનના યાત્રીઓને ૨૫ લાખ રૂપિયાનો ફ્રીમાં વીમો (Free insurance to passengers of Rs. 25 lakh) આપવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ કોર્પોરેટના અધિકારીઓ અને કર્મચારીઓને મહેમાનો સાથે કેવુ વર્તન કરવામાં આવે તે બાબતની ખાસ સુચના આપી છે. દેશની પ્રથમ કોર્પોરેટ સેક્ટરની આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવ્યા બાદ પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જાવા મળી રહી છે. દેશની આ પ્રથમ પ્રાઇવેટ ટ્રેન સફર પર રવાના થઇ ચુકી છે. લખનૌ જક્શન પરથી આને લીલીઝંડી આપી દેવામાં આવી છે.

ઈન્ડિયન રેલવેદ્વારા તેજસના ભાડાની પણ જાહેરાત કરી દીધી છે. આ ટ્રેન સપ્તાહમાં છ દિવસ ચાલશે. યાત્રીઓ આના પર બુકિંગ તરત જ કરાવી શકે છે. બે કલાક ટ્રેન લેટ થશે તો ૨૫૦ રૂપિયા સુધીનુ વળતર આપવામાં આવનાર છે. તેજસ એક્સપ્રેસમાં એસી ચેર કારમાં લખનૌથી દિલ્હી માટે ૧૧૨૫ રૂપિયાનુ ભાડુ ચુકવવા માટેની ફરજ પડશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં દરરોજ ચાલશે. ચોથી ઓક્ટોબરના દિવસથી આ ટ્રેન દોડનાર છે. ટ્રેન ગાજિયાબાદ અને કાનપુરમાંથી દોડશે. લખનૌથી દિલ્હી આવતી વેળા આ બે સ્ટેશન રહેનાર છે. તેજસનુ સંચાલન સંપૂર્ણ રીતે ખાનગી કંપની આઇઆરસીટીસી દ્વારા કરવામાં આવનાર છે. તેજસ ટ્રેનમાં એસી ચેરકાર, અને એક્ઝિક્યુટિવ ચેરકાર અને બે બોગી રહેશે. ટિકિટ બિકિંગ માત્ર આઇઆરસીટીસીની વેબસાઇટ અને મોબાઇલ એપ પર રહેશે.

આ ટ્રેન માટે કોઇ તત્કાલ ક્વોટાની (Tatkal ticket booking not available) વ્યવસ્થા કરવામાં આવી નથી. આમાં માત્ર સામાન્ય ક્વોટા અને વિદેશી પ્રવાસી ક્વોટાની વ્યવસ્થા રાખવામાં આવી છે. વિમાની સેવાની જેવી સુવિધાની સાથે સાથે શોપિંગની સુવિધા પણ આપવામાં આવનાર છે. બેઝ ફેયર ૮૯૫ રૂપિયા અને ૪૫ રૂપિયા જીએસટીની વ્યવસ્થા છે. ૧૮૫ રૂપિયાનો કેટરિંગ ચાર્જ છે. તેજસ એક્ઝિક્યુટીવ ચેરકારમાં મુસાફરી કરો તો આના માટે ૨૩૧૦ રૂપિયાની ચુકવણી કરવી પડી શકે છે. તેમાં ૧૯૬૬ રૂપિયાના બેઝ ફેયર, ૯૯ રૂપિયા જીએસટી ચાર્જ અને ૨૪૫ રૂપિયા કેટરિંગ ચાર્જ લાગુ કરવામાં આવનાર છે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે હવે તેજસ ટ્રેન શરૂ …..

દિલ્હી-લખનૌ બાદ નવેમ્બરમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન (Ahmedabad Mumbai Tejas Express) શરૂ કરવામાં આવનાર છે. રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઇ તેજસ ટ્રેન હવે શરૂ કરવામા આવનાર છે. રેલવે બોર્ડના અધ્યક્ષના કહેવા મુજબ આગામી દિવસોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે રીતે એરપોર્ટ ચલાવે છે તેવી જ રીતે પ્રાઇવેટ કંપનીઓ હવે ટ્રેન ચલાવનાર છે.

તેમણે કહ્યુ હતુ કે દુનિયાભરની પ્રાઇવેટ ટ્રેન કંપનીઓ આવી જ રીતે હવે કામ કરે છે. ટ્રેનને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. હવે યાત્રીઓને વધારે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. યાત્રા દરમિયાન સામાનની ચોરી થવાની સ્થિતિમાં પણ ફાયદો આપવામાં આવનાર છે. આના માટે એક લાખ રૂપિયાનુ વળતર આપવામાં આવનાર છે. તમામ પાસા પર હાલમાં વિચારણા ચાલી રહી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે યાત્રીઓની સંખ્યા વધારે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.