Western Times News

Gujarati News

લગ્નના માત્ર ૧ર દિવસ બાદ દંપતિની છૂટાછેડા માટેની અરજી, હાઈકોર્ટેે નકારી

(એજન્સી) અમદાવાદ, અમદાવાદના એક દંપત્તિએ કાયદામાં આપેલા ફરજીયાત ક્રુલીંગ પીરિયડને માફ કરીને છુટાછેડા મંજુર કરવાની માંગ સાથેે કરેલી અરજીને હાઈકોર્ટે નકારી કાઢી છે. હાઈકોર્ટનુૃં અવલોકન છે ક આ કેસમાં તે તેની અસાધારણ સતાનો ઉપયોગ કરી શકશે નહી.

હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે. અને કહ્યુ છે કે ફેમિલી કોર્ટ યોગ્ય અવલોકન કર્યુ છે કે આવી સત્તાઓ માત્ર સુપ્રિમ કોર્ટ પાસે જ છે. લગ્નના માત્ર બાર દિવસ બાદ જ દંપત્તિએ છૂટાછેડા માટે અરજી કરેલી છે. હાઈકોર્ટના આ આદેશની સામે દંપત્તિ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરે એવી સંભાવના છે.

કેસની વિગત જાેઈએ તો આ દૃંપતિના લગ્ન ૮મી ડીસેમ્બર-ર૦ર૦ના રોજ થયેેલા, માત્ર બાર જ દિવસ બાદ એટલે કે ર૦ ડીસેમ્બર, ર૦ર૦ના રોજ તેઓ અલગ થયેલા. આ પછી વર્ષ ર૦ર૧માં તેમણે સંયુક્ત રીતે અમદાવાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી. જેમાં તેમની રજુઆત હતી તેઓ એક વર્ષથી અલગ અલગ રહે છે.

તેથી ફરજીયાત ક્રુલીંગ પીરિયડ ના છ માસને માફ કરીને છૂટાછેડા મંજુર કરો. જાે કે ફેમિલી કોર્ટે આ અરજીને નકારી કાઢી હતી. જેની સામે દંપત્તિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે તેઓ સંમતિથી છૂટવા પડવા માંગે છે. તેમણે એકબીજા સામે કરેલી ફોજદારી ફરીયાદ પણ પરત ખેંચી લીધી છે. ફેમિલી કોર્ટે સમાધાન માટે મધયસ્થી કેન્દ્રમાં મોકલેલા પણ નિરાકરણ આવ્યુ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.