Western Times News

Gujarati News

૩૧ જાન્યુઆરીએ ખેડૂતો વિશ્વાસઘાત દિન તરીકે ઉજવશે

Files Photo

નવી દિલ્હી, સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે તેઓ ૩૧ જાન્યુઆરીનો દિવસ દેશભરમાં વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવશે. જેમાં જિલ્લા અને બ્લોક સ્તર પર મોટા પાયે વિરોધ પ્રદર્શન થશે. બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે મોરચા સાથે જાેડાયેલા તમામ ખેડૂત સંઘો આ વિરોધ પ્રદર્શનમાં મોટા પાયે ભાગ લેશે.

આ પ્રદર્શન દેશના ઓછામાં ઓછા ૫૦૦ જિલ્લાઓમાં આયોજિત કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે ૩૧ જાન્યુઆરીના વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકારને એક આવેદન પણ સોંપવામાં આવશે. બેઠક દરમિયાન આ કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરવામાં આવી.

ખેડૂતોનો દાવો છે કે સરકારે તેમને દગો કર્યો છે. નોંધનીય છે કે ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માંગણીઓને લઈને ખેડૂતોએ એક વર્ષ કરતા વધુ સમય સુધી આંદોલન કર્યું હતું. ત્રણ કૃષિ કાયદાને રદ કરવાના સરકારના ર્નિણય બાદ SKMએ જાહેરાત કરી હતી કે જાે સરકાર તેમની અન્ય માંગણીઓ પૂરી કરવામાં નિષ્ફળ જશે તો આંદોલન ફરીથી શરૂ થઈ શકે છે. ખેડૂત સંગઠન એમએસપી પર કાયદો બનાવવાની માગણી કરી રહ્યા છે.

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં પ્રદર્શનકારીઓ વિરુર્ધ નોંધાયેલા કેસોને તત્કાળ પાછા ખેંચવા કે શહીદોના પરિવારોને વળતર ( આંદોલન દરમિયાન જે માર્યા ગયા) પર કોઈ કાર્યવાહી કરાઈ નથી. સરકારે એમએસપી મુદ્દે કમિટી બનાવવાની પણ જાહેરાત કરી નથી.

આથી દેશભરના ખેડૂતોને વિશ્વાસઘાત દિવસના માધ્યમથી સરકારને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું આહ્વાન કરાયું છે. એસકેએમએ એ પણ સ્પષ્ટ કર્યું કે મિશન ઉત્તર પ્રદેશ ચાલુ રહેશે. જેના માધ્યમથી આ ખેડૂત વિરોધી શાસનને પાઠ ભણાવવામાં આવશે. એસકેએમએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના લોકોને અજય મિશ્રા ટેનીને બરખાસ્ત નહીં કરવા અને ધરપકડ નહીં કરવા બદલ ભાજપને પાઠ ભણાવવા માટે આહ્વાન કરાશે. જેમનો પુત્ર કથિત રીતે ગત વર્ષ લખીમપુર ખીરીમાં થયેલી દુઃખદ ઘટનામાં સામેલ હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.