Western Times News

Gujarati News

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ ધર્મ સંસદમાં કોણે કરી

મુસ્લિમો પાસેથી લઘુમતીનો દરજ્જાે પાછો લેવામાં આવે, ધર્મ પરિવર્તન માટે મૃત્યુદંડની સજા હોવી જાેઈએ

(એજન્સી) પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં ધર્મ સંસદ દરમિયાન સંતોએ માંગ કરી છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે. આ સાથે જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને દેશના પ્રથમ વડાપ્રધાન જાહેર કરવામાં આવે. ધર્મ પરિવર્તન માટે મૃત્યુદંડની જાેગવાઈ હોવી જાેઈએ અને તેની ગણતરી દેશદ્રોહ તરીકે થવી જાેઈએ.

આટલુ જ નહીં, ધર્મ સંસદમાં સંતોએ કહ્યું કે, દેશભક્ત મુસલમાન પરિવારનો જ એક ભાગ છે અને તેમની ઘર વાપસી કરવાના અભિયાનને તેજ કરવામાં આવશે. સંમેલનના મુખ્ય મહેમાન સુમેરુ પીઠાધીશ્વર, જગદ્દગુરુ સ્વામી નરેન્દ્રનંદ સરસ્વતીએ કહ્યું કે, સરકાર ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર નથી કરી શકતી, પરંતુ પ્રત્યેક હિન્દુએ લખવાની શરુઆત કરવી જાેઈએ અને દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દેવો જાેઈએ. આમ કરવાથી સરકાર દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે મજબૂર થઈ જશે.

તેમણે આગળ જણાવ્યું કે, ઈસ્લામિક જિહાદ માનવતા અને દુનિયા માટે એક મોટું જાેખમ છે. તેને દૂર કરવા માટે ચીનની નીતિ અપનાવવી જાેઈએ અને ચીનની જેમ પ્રતિબંધ મૂકીને તેને રોકી શકાય છે. સનાતન ધર્મ તમામ લોકોના નિશાના પર છે, માટે જરુરી છે કે દેશમાં સમાન શિક્ષણ અને સમાન ન્યાય વ્યવસ્થા લાગૂ કરવામાં આવે.

ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા ક્રાંતિકારીઓના જીવનને શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે. ધર્માંતરણને દેશદ્રોહની શ્રેણીમાં મૂકીને મૃત્યુદંડની જાેગવાઈ કરવી જાેઈએ. આ સિવાય તેમણે માંગ કરી છે કે, હિન્દુ મઠો અને મંદિરોના સરકાર અધિગ્રહણને સમાપ્ત કરવામાં આવે.

જાે સરકાર દ્વારા મઠો અને મંદિરોનું અદિગ્રહણ કરવામાં આવી રહ્યું છે તો મસ્જિદો અને ચર્ચોના અધિગ્રહણ પણ થવા જાેઈએ. મુસલમાન લઘુમતી નથી અને તેમની પાસેથી આ દરજ્જાે પાછો લેવા માટે કાર્યવાહી કરવી જાેઈએ. નિરંજની અખાડેના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ કહ્યું કે, હરિદ્વારની ધર્મ સંસદમાં જ્યારે ધર્મગુરુઓએ પોતાની સુરક્ષા માટે અમુક શબ્દોનો ઉપયોગ કર્યો તો તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા.

કહેવામાં આવ્યું કે તેમણે એક ખાસ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, પરંતુ જ્યારે તૌકીર રઝાએ બરેલીમાં ૨૦,૦૦૦ લોકોને એકઠા કરીને સનાતન ધર્મના વિરોધમાં ઝેર ઓક્યું તો કોઈ કાર્યવાહી કેમ ના થઈ. શું અમારી લાગણીઓને ઠેસ નથી પહોંચી?

તેમણે મહામંડલેશ્વર નરસિમ્હનંદ યતિ અને જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી(પૂર્વ નામ વસીમ રિઝવી)ને જેલમુક્ત કરવા માટે મેળામાં હાજર સંતો અને ભક્તોને અપીલ કરી છે કે તેઓ સરકારને પત્ર લખે. સ્વામી નરેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, રાષ્ટ્રના કોઈ પિતા નથી હોઈ શકતા.

રાષ્ટ્રના પુત્ર હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્રપિતા નહીં. દેશના પ્રથમ વડાપ્રધાન સુભાષ ચંદ્ર બોઝ હતા, તેમના નેતૃત્વનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઈતિહાસકારોએ દેશના લોકો સમક્ષ ખોટો ઈતિહાસ રજૂ કર્યો છે, જેના કારણે આજની પેઢી ભ્રમિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.