Western Times News

Gujarati News

કચ્છ: બે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ, માછીમારો ફરાર

ભુજ, કચ્છના સિરક્રિકમાંથી બીએસએફનાં પેટ્રોલિંગ દરમિયાન બે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. પાકિસ્તાની ફિશિંગ બોટમાં સવાર માછીમારો બોટ છોડીને સિરક્રિકમાંથી ભાગી છૂટ્યાં છે. જે બાદ સઘન સુરક્ષા ગોઠવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઝડપાયેલી બોટમાંથી માછીમારોનો સામાન મળી આવ્યો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે બીએસએફનાં જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન સિરક્રિક પર એક શંકાસ્પદ હાલતમાં માછીમારી માટેની બે બોટ ઝડપાઇ હતી. આ બંન્ને બોટ પાકિસ્તાની છે. જેમાંથી પાકિસ્તાની ચીજવસ્તુઓ મળી આવી હતી. આ બોટમાં સવાર માછીમારો ફરાર થઇ ગયા હતાં.

સિરક્રિકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આઇબી દ્વારા જૈશેના કમાન્ડર ઉસ્માન દ્વારા ભારતનાં અલગ અલગ શહેરોમાં હુમલા કરવા માટે મિટીંગ કરવામાં આવી હતી. જેને પગલે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહવાના આદેશ પણ અપાયા છે. તેવા સંજોગોમાં સિરક્રિકમાંથી મળેલી બે બોર્ટને કારણે સુરક્ષામાં સઘન વધારો કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.